<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

મોરબી રઘુવંશી સમાજના અગ્રણી મહેશભાઇ રાજાનો જન્‍મદિન

મોરબી તા.૧૧: મોરબી રઘુવંશી પ્રમુખ સેવક, સમાજમાં સંવેદનશીલતા એકતા, પ્રગતિશિલતા માટે મહત્‍વનું યોગદાન આપવામાં અગ્રેસર એવા મોરબી રઘુવંશી સમાજ શ્રેષ્‍ઠી શ્રી મહેશભાઇનો આજે જન્‍મદિવસ છે.

વર્તમાન આધુનિક યુગમાં વેવિશાળ એક જટીલ પ્રશ્ન છે, જેના ઉકેલ માટે સમાજના સંગઠનો ઘણા વેવીશાળ કેન્‍દ્રો ચલાવે છે. મહેશભાઇ રાજાને પરિવારના નાનાભાઇ માટે સગાઇ સમયે જવાબદારી સોંપવામાં આવેલ જેથી આ પ્રસંગેથી પ્રેરાઇ વેવિશાળ માટે મોરબીમાં ૨૦૦૬ની સાલમાં ચાર મિત્રો સાથે વૈવિશાળ કેન્‍દ્ર શરૂ કરેલ. ૨૦૦૮માં મોરબીમાં એક વેવિશાળ પરિચય મેળાનું આયોજન કરવામાં આવેલ. જેમાં લોહાણા મિત્ર મંડળના બેનર હેઠળ ૧૦ મિત્રો દ્વારા આયોજન કરેલ જેમાં આશરે ૬૦૦ બાયોડેટાનું કલેકશન આવેલ જે નિઃશુલ્‍ક આયોજન હતું. ત્‍યારબાદ અન્‍ય સંસ્‍થાના સહયોગથી મોરબીમાં ૭ પરિચય મેળામાં સહભાગી થયેલ. છેલ્લે ૨૦૧૮માં મોરબીમાં અન્‍ય સંસ્‍થા સાથે ભવ્‍ય આયોજન કરેલ જેમાં ૮૦૦ બાયોડેટાનું કલેકશન આવેલ. અન્‍ય સોૈરાષ્‍ટ્ર લેવલના દરેક પરિચય મેળામાં આમંત્રિત તરીકે સહભાગી બનવાનું સોૈભાગ્‍ય સાંપડેલ છે. મોરબી લોહાણા મહાજનના કારોબારી સદસ્‍ય તરીકે ત્રણ ટર્મથી સેવા આપી રહેલ છે. મોરબી પ્‍લાસ્‍ટિક એસોસિએશનના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી રહેલ છે. મોરબી લોહાણા મિત્ર મંડળના સ્‍થાપત્‍ય પ્રમુખ તરીકેનું સન્‍માન પણ મળેલ છે. દરેક કાર્યમાં પરિવાર, મિત્ર મંડળ તરફથી ખૂબ સહયોગ, પ્રેમભાવ તથા લાગણી હમેંશ માટે તેઓને મળતી રહે છે.

રઘુવંશી સમાજમાં ‘‘સગપણ''એ મોટી સામાજીક સમસ્‍યા બની રહી છે ત્‍યારે યોગ્‍ય માર્ગદર્શનના અભાવે પસંદગીનો ઉંચો માપદંડ, કયારેક સંતાનોની પસંદ- નાપસંદમાં ફેરવાય જતા સમય પસાર થતો જાય છે, તે માટે પસંદગી વાસ્‍તવિકતાની નજીક હોય ત્‍યારે યોગ્‍ય નિર્ણય લેવડાવવાથી આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્‍ય માટે સમય અનુસાર ફેરફારો સાથે કાયમી સહભાગી બની. નિઃસ્‍વાર્થ સેવા આપી રહેલ છે. આજે મહેશભાઇ રાજાના (મો.નં.૯૮૭૯૫ ૫૩૦૦૦) ઉપર જન્‍મદિને શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.(૨.૨૦)

(11:44 AM IST)