<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

જયદીપ દ્વિવેદીના જીવનનું નૂતન વરસ, વિતશે સરસઃ હેપ્‍પી બર્થ ડે

કલાર્કથી અધિક સચિવ સુધીની શાનદાર સાફલ્‍ય ગાથા

રાજકોટ : ગુજરાતના વહીવટી તંત્રમાં (સચિવાલય કેડર) કારકૂનથી માંડી અધિક સચિવ સુધીના પદ પર પહોંચી સ્‍વર્ણિમ સફળતાનો ઇતિહાસ સર્જનારા શ્રી જયદીપ દ્વિવેદી માટે આજે લાગણીના ઘટાટોપ વાદળોમાંથી મૂશળધાર શુભેચ્‍છા વરસી રહી છે. તેમનો જન્‍મ ૧૯૬પ ના વર્ષની તા. ૧પ જૂલાઇએ થયેલ. આજના સૂરજે તેમના યશસ્‍વી જીવનના ૬રમાં વર્ષનો પ્રથમ દિવસ ઉગાડયો છે.

શ્રી જયદીપ બી. દ્વિવેદી વિવિધ વિભાગોમાં પ્રશંસનીય કામગીરી માટે જાણીતા છે. ચૂંટણી પંચમાં ૬ વર્ષ સુધી ફરજ બજાવેલ. સરકારી કર્મચારીઓને તાલીમ આપનાર કુશળ વકતા તરીકે જાણીતા નિષ્‍ઠા અને પ્રતિષ્‍ઠા તેમની આગવી ઓળખ છે. પોતાની વાત સામેની વ્‍યકિતને ચોખ્‍ખા ઘીના શીરાની જેમ ગમે ઉતરાવી દેવાની આવડત તેમનામાં છે. તેઓ હાલ ગુજરાત માહિતી આયોગના સચિવ તરીકે કાર્યરત છે. (પ-૧૭) ફોન નં. ૦૭૯ ર૩રપ૭૩૧૪

મો. ૯૯૭૮૪ ૦૮ર૪ર ગાંધીનગર

 

(11:17 AM IST)