<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજકોટ મનપામાં વહીવટી સ્‍તરે મોટો ફેરફાર : જેસડીયાને બદલી ફરી રૂપારેલીયાને સેક્રેટરી પદ અપાયુ રાજકોટ કોર્પોરેશનમાં સેક્રેટરી પદ પર અચાનક બેસાડી દેવામાં આવેલા ધવલ જેસડીયાને હટાવી દેવાયા : ડો.હરીશ રૂપારેલીયાને ફરી સેક્રેટરી પદ સોંપાયુ : પૂર્વ પદાધિકારીઓએ રૂપારેલીયાને હટાવી અકળ કારણોસર ધવલ જેસડીયાને બેસાડી દીધેલ : રૂપારેલીયાને ફરી સેક્રેટરી પદ અપાતા ચારેકોર રાજીપો : નેહલની તોફાની બેટીંગ શરૂ : આજ જેસડીયાએ કોઈના દોરી સંચારથી આ પહેલા નેહલ શુકલને જનરલ બોર્ડમાં સતત ગેરહાજર રહેવાના બહાના હેઠળ બરતરફીની નોટીસ પાઠવેલ : જો કે નેહલ શુકલ અગાઉથી રજા લઇ ગેરહાજર રહ્યા હતા : જેના પગલે મોવડી મંડળના આદેશથી તે સમયે શરમજનક પારોઠના પગલા ભરવા પડેલ.12:07 PM IST