News of Wednesday, 15th July 2026
જૈન અગ્રણી અને સિનિયર એડવોકેટ કેતન ગોસલિયાનો કાલે જન્મદિવસ

રાજકોટ : જૈન અગ્રણી તેમજ જાણીતા સિનિયર એડવોકેટ શ્રી કેતનભાઈ આર. ગોસલિયાનો આવતીકાલે તા. ૧૬ના જન્મદિવસ છે. તેઓ ૬૦ વર્ષ પૂર્ણ કરીને ૬૧માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ૧૯૯૧ની સાલથી ૩૫ વર્ષથી વકિલાતના વ્યવસાયમાં રેવન્યુ ફિલ્ડમાં પ્રેકિટસ કરી રહ્યાં છે. તેઓ રેવન્યુ પ્રેકિટશનર એસોસિએશન, જૈન એડવોકેટ ફોરમ, જૈન પ્રોફેસનલ ફોરમ, જૈનમ ગ્રુપ વિગેરે સામાજીક સંસ્થાઓ તેમજ શ્રી મણિયાર દેરાસર, શ્રી ક્રિષ્ણાગિરિ પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ તીર્થધામ (ક્રિષ્ણાગિરી) વિગેરે ધાર્મિક સંધો તેમજ જીવદયાની અને સામાજીક પ્રવળત્તિઓ કરતી વિવિધ સંસ્થાઓ સાથે સક્રિયપણે જોડાયેલા છે. તેઓ પ. પૂ. ગુરુદેવ શ્રી વસંત વિજયજી મહારાજ સાહેબના પરમ ગુરુભક્ત છે. મો. ૯૮૨૪૩૨૭૦૦૭
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
