News of Thursday, 16th July 2026
જામજોધપુરના વાંસજાળીયાના પત્રકાર રમેશભાઈ ધરસંડિયાનો જન્મદિન

વાંસજાળિયા, તા.૧૬: સિનિયર પત્રકાર રમેશભાઈ ધરસંડિયાનો કાલે તા.૧૭ શુક્રવારે જન્મદિન છે. તેઓ ૩૫ વરસથી પત્રકારત્વ સાથે જોડાયેલા છે. અકિલા સહિત વિવિધ અખબારોની એજન્સી સંભાળીને અખબારી દુનિયામાં પગ માંડ્યો હતો. રમેશભાઈ એ બી.એ.એલએલ.બી., જર્નાલીઝમની લાયકાત મેળવ્યા બાદ તેમણે અવિરતપણે સત્ય, નિષ્ઠા અને નીડરતાની પત્રકાર કલમ ચલાવી છે. તેઓ ઉમિયાધામ સીદસર, સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સહિત અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. હાલમાં તેઓ અખિલ ભારતીય પત્રકાર સમિતિના ગુજરાત પ્રદેશ પ્રવકતાની જવાબદારી સંભાળે છે. તાજેતરમાં જ રમેશભાઈ એ અમેરિકાનો પ્રવાસ કરીને અમેરિકા વસતા ગુજરાતી પરિવારોનું સંમેલન યોજેલ અને ગુજરાત સોસાયટીના નેજા હેઠળ સામાજિક અને સાંસ્કળતિક વિરાસત માટે અનેકવિધ પ્રવળત્તિઓનું આયોજન કરેલ. બહુમુખી પ્રતિભા ધરાવતા રમેશભાઈ એક અચ્છા તબલા વાદક પણ છે. જન્મદિન નિમિત્તે રમેશભાઈ ને મોબાઈલ ૯૪૦૮૧ ૮૬૬૭૭ ઉપર શુભકામનાઓનો અભિષેક થઈ રહયો છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
