News of Thursday, 16th July 2026
ગુજરાત બાયોટેકનોલોજી મિશનના એમ.ડી. ડી.ડી. જાડેજાનો જન્મદિન
રાજકોટ, જુનાગઢ, મોરબી, સોમનાથમાં પ્રશંસનીય કામગીરી

રાજકોટઃ ભૂતકાળમાં ગિર સોમનાથ જિલ્લા કલેકટર તરીકે સપાટી બોલાવી ચૂકેલ, ૨૦૧૨ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારીશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા માટે આજે યાદગાર દિવસ છે. તેમનો જન્મ ૧૯૬૮ના વર્ષની ૧૬ જુલાઇએ થયેલ આજે ૫૯માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ હાલ ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવી રહયા છે.
મુળ જામનગર પંથકના વતની શ્રી ડી. ડી. જાડેજા ભૂતકાળમાં વડોદરામાં જિલ્લા પુરવઠા અધિકારી, નખત્રાણા અને જુનાગઢમાં પ્રાંત અધિકારી, ભાવનગર અને મોરબીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, રાજયમાં લાઇવલીહુંડ પ્રમોશન કંપનીના એમ.ડી. રૂડામાં મુખ્ય કારોબારી અધિકારી, રાજયમાં અધિક વિકાસ કમિશનર, મોરબીમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. ફોન નં.૦૭૯-૨૩૨૫૨૧૯૭ મો. ૯૯૭૯૦ ૭૪૭૪૭ ગાંધીનગર.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
