<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

આજે સાવરકુંડલા ના સેવાભાવી હરેશભાઈ ભટ્ટનો જન્‍મ દિવસ

 

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧૬: આજે સાવરકુંડલા ના હરેશભાઈ પી.ભટ્ટ (પૂર્વ નાયબ અધિક્ષક-પી.જી.વી.સી.એલ) તેમના ધાર્મીક અને આધ્‍યાત્‍મિક જીવન ના ૭૧  માં વર્ષ માં પ્રવેશી રહ્યાં છે.ધાર્મિક પરિવાર માં આધ્‍યાત્‍મિક તેમજ સેવાનાં સંસ્‍કારો સાથે ઉછરેલાં તેનાં ફળ સ્‍વરૂપે નાની વયથી જ સામાજીક,સેવાકીય સંસ્‍થાઓમાં પ્રવળત થયાં,તે પૈકી ૧૯૭૫માં તાલુકા યુવક મંડળ,ત્‍યારબાદ સ્‍વ.ગુણવંત નિમાવત સ્‍મારક ટ્રસ્‍ટ નાં સ્‍થાપક સભ્‍ય રહી સાવરકુંડલામાં પ્રથમ એમ્‍બ્‍યુલન્‍સ સેવા પ્રારંભ કરાવવામાં મહત્‍વનુ યોગદાન આપેલ,સમસ્‍ત બ્રહ્મ+સમાજ માં પણ પ્રવળત રહેલાંત્‍યારબાદ ગુજરાત વિદ્યુત બોર્ડ મા જોડાઈ પી.જી.વી.સી.એલ માં નાયબ અધિક્ષક પદેથી નિવળત થયાં.હાલ આનંદ આશ્રમ મુમુક્ષુ મંડળ-સાવરકુંડલા,તેમજ સ્‍વ.ગુણવંત નિમાવત સ્‍મારક ટ્રસ્‍ટ-સાવરકુંડલાનાં પ્રમુખ પદે છેલ્લાં ઘણાં વર્ષોથી સેવા આપી રહ્યાં છે પુજ્‍યપાદ નથુરામ શર્માજી આનંદ આશ્રમ બીલખાનાં  શિષ્‍ય તરીકે નિવળત જીવનમાં ધાર્મિક,સામાજીક સેવા દ્વારા જીવન ગાળી રહ્યા છે.

(12:17 PM IST)