<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પેલેસ્ટિનિયનો માટે ઘણા દેશ છે; ટ્રમ્પે ગાઝા ખાલી કરાવવાની જાહેર કરી યોજના, તે હવે રહેશે એક ફ્રીડમ ઝોન : પેલેસ્ટિનિયનોને ગાઝામાંથી દૂર કરીને વિવિધ દેશોમાં સ્થાયી કરવા જોઈએ: શાંતિ સ્થાપિત કરવા માટે ગાઝા અમેરિકાના કબજા હેઠળ રહે તે વધુ સારું રહેશે: ડોનાલ્ડ ટ્રમ્પની આ યોજનાને બેન્જામિન નેતન્યાહૂએ પણ આપ્યો ટેકો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ અત્યાર સુધીની શ્રેષ્ઠ વસ્તુ હશે. અમેરિકન રાષ્ટ્રપતિએ મુસ્લિમ દેશોને અપીલ કરી અને કહ્યું કે જો તમે આ પેલેસ્ટિનિયનોને સમજાવી શકો તો ગાઝામાં ઉકેલ આવી શકે છે. તેમણે કહ્યું કે અમે ગાઝાને 'સ્વતંત્રતા ક્ષેત્ર'માં રૂપાંતરિત કરવા માંગીએ છીએ.4:58 PM IST

માં નર્મદાના અવતરણ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશિતાથી ગુજરાત હરિયાળું બન્યું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા જિલ્લાના રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પંચ કોશી પરિક્રમાના પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ અને નર્મદા પરિક્રમા વૉક કર્યું : માં નર્મદા સૌને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરતા મુખ્યમંત્રી : દેશ ભરના શ્રદ્ધાળુઓ માટે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શ્રદ્ધા-આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાળુઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓને કાયમી ધોરણે પ્રસ્થાપિત કરવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી : પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રામપુરા ઘાટ ખાતે પરિક્રમાર્થીઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓ, સખી મંડળના સ્ટોલ અને CCTV કન્ટ્રોલ રૂમનું નિરિક્ષણ કર્યુ : નર્મદાના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું1:14 PM IST

અમિતભાઈ આશા પૂર્ણ કરી ગયા છે કે કેમ ? Ips અધિકારીઓમાં આખા ગુજરાતમાં હોટ ટોપિક : IB વડા, CID વડા, અમદાવાદ રેન્‍જ વડા સહિત મહત્‍વના સ્‍થાનો ખાલી..મુખ્‍યમંત્રી સાથે કે.કે.ની ત્રણ કલાક બેઠકે જગાવેલ આશા નિરાશામાં ફેરવાયા પછી હવે શું થશે? : ગુપ્તચર વડાનું સ્‍થાન સરકારના આંખ કાન જેવું છે. સાગર સુરક્ષા, સરહદી સુરક્ષા, ડ્રગ સહિતની ઘૂસણખોરીની માહિતી મેળવવા સાથે આંતરિક રાજકીય પ્રવાહો અંગે મુખ્‍યમંત્રીને માહિતગાર કરતા હોય છે. નવાઈની વાત એ છે કે ઇન્‍ચાર્જ પણ નિવળત થઇ ગયા છે...CID વડાનુ સ્‍થાન ખૂબ મહત્‍વનું છે. લોકોને ગુમરાહ કરતી આર્થિક સ્‍કીમમાં સ્‍થાનિક પોલીસની બેદરકારી પ્રસંગે આખા રાજ્‍યમાં કાર્યવાહી કરાવવી, સ્‍થાનિક પોલીસ સામે કોઈ તપાસ મામલે અસંતોષ હોય તો અદાલત કે મુખ્‍ય પોલીસ વડા આ અધિકારીના સુપરવિઝનમાં તપાસ સોંપે છે. એસપી બદલી, posting. માં પ્રેસરની પણ ચર્ચાએ જોર પકડ્‍યું છે. શું જૂનમાં મુખ્‍ય પોલીસ વડા નિવૃત્ત થાય તે સમય સુધી નિર્ણય ટાળી દેવામાં નહીં આવે ને ? આવી ભીતિ પણ સતાવી રહી છે4:16 PM IST

મવડી પ્‍લોટ અમરનગરમાં સંજય આણી ટોળકીનો આતંકઃ દક્ષાબેન અને તેના ફઇ પર ધોકાવાળી : શેરીના ખુણે મહિલાઓ બેઠા હોઇ સંજય, અભિ ઉર્ફ વિવેક, રાજદિપ ઉર્ફ બાપુડી, અભિષેક ઉર્ફ ભયકુ ગાળો બોલતાં હોઇ ના પાડતાં મહિલાઓને પણ ગાળો દઇ હુમલો કર્યોઃ દક્ષાબેન ઓડેદરા અને તેમના ફઇને ઇજાઃ માથે જતાં ધમકી દીધી કે-અમને રોકટોક કરશો તો જીવતા મારી નાંખશું! : રહેવાસીઓ ઘર બહાર એકઠા થઇ જતાં પરિસ્‍થિતિ પામી ડીસીપી જગદીશ બાંગરવા, પીઆઇ જીજ્ઞેશ દેસાઇ સહિતના પહોંચ્‍યાઃ આ ટોળકીનો લાંબા સમયથી ત્રાસ હોવાનો રોષ ઠાલવ્‍યોઃ શેરીમાં જ દારૂ ઢીંચી ખેલ કરતાં હોવાની ફરિયાદઃ રાતો રાત સંજય અને રાજદિપને ઝડપી લેવાયા : પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓની પુછતાછ શરૂ થતાં ‘ઓય માડી ઓય બાપા'ના અવાજ બહાર સંભળાયા2:29 PM IST

ભગવાનશ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સંદર્ભે ગુરૂવારે જૈનમ્ સાથે જન્મ કલ્યાણકમાં જોડાશે જૈનોનો જનસૈલાબ : મહોત્સવમાં વિરપ્રભુનું પારણું, વેશભુષા સ્પર્ધા, ચાંદીનાં રથમાં બિરાજમાન પ્રભુ મહાવીર સહિતનાં આકર્ષણનો સમાવેશ : રાજકોટનાં તમામ સ્થાનકવાસી, મૂર્તિપૂજક, દિગંબર સંધો, શ્રીમદ્ રાજચંદ્ર પરિવાર, સાથી સંસ્થાઓ, યુવક મંડળો, મહિલા મંડળો, ધર્મયાત્રા-ધર્મસભા-ગૌતમ પ્રસાદમાં જોડાશે: ધર્મયાત્રામાં ૨૭ આકર્ષક ફલોટ, ૧૦૮ સુશોભીત કાર, ૨૫૧ સ્કુટર-બાઇક, રાસ મંડળી, વિન્ટેજ કાર, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, મ્યુઝીકલ બેન્ડ જમાવટ કરશે : સાધુ-સાધ્વીજી ભગવંતો, શ્રીસંઘ પ્રમુખો, જૈન શ્રેષ્ઠીઓની સમાજને અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખી ધર્મયાત્રામાં જોડાવવા અપીલ 3:38 PM IST

રાજયભરમાં લોહાણા સમાજની ડિઝીટલ વસ્‍તી ગણતરીનો હાલારથી પ્રારંભ થશે : જીતુભાઇ લાલ : જામનગરમાં રામનવમીના પારણા પ્રસંગે લોહાણા સમાજનું યોજાયું સમૂહ ભોજન : લોહાણા સમાજના સાર્વત્રિક ઉત્‍કર્ષ માટે હરહમેંશ સમાજની સાથે છું : પરિમલ નથવાણી : જામનગર શહેરમાં યોજાયેલા લોહાણા સમાજના સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસંગે મુખ્‍ય સહયોગી પરિમલભાઈ નથવાણી પરિવારના સહયોગથી યોજાયેલા નાત જમણ પ્રસંગે જ્ઞાતિના સંગઠનને વધુ સુદ્રઢ - સક્ષમ બનાવવા તથા દરેક ક્ષેત્રમાં વિકાસના પથ પર આગળ વધારવાની નેમ વ્‍યકત કરતાં પરિમલભાઈ નથવાણી- જીતુભાઈ લાલઃ દાતા પરિવારના સન્‍માન સાથે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલનું કરાયું સન્‍માન1:26 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST