News of Monday, 27th July 2026
પૂર્વ મંત્રી જસુમતીબેન કોરાટનો જન્મદિવસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.ર૭: રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે જવાબદારી નિભાવેલ પૂર્વ મંત્રી જસુમતીબેન કોરાટ નો આજે જન્મદિવસ છે.
સ્વ. સવજીભાઈ કોરાટ બાદ જસુમતીબેન કોરાટ ને પણ મંત્રી તરીકેની જવાબદારી સોપાયેલ જસુમતીબેને પંચાયત થી પાર્લામેન્ટ સુધીના રાજકારણમાં હર હંમેશ લોકોના કાર્યો કરી સમાજ સેવાની જ્યોત જગાવી હતી. કોરાટ પરિવાર અને સમાજ સેવા એકબીજાના પર્યાય છે માટે જ પ્રશાંતભાઈ કોરાટને પણ યુવા ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ની જવાબદારી સોપાયેલી હોય જેના કાર્યોથી અને એકબીજાને સાથે રાખી કાર્ય કરવાની પ્રણાલીને લીધે તેઓ યુવાઓના હૃદય સમ્રાટ બન્યા છે. તેમના પ્રત્યે લોકોની લાગણી અતૂટ હોય તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહયા છે. મો. નં. ૯૪૨૬૬ ૦૨૧૯૯
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
