<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી ભરતભાઈ દલસાણીયાનો આજે જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૮ : જામનગર જિલ્લા ભાજપના પીઢ, સમર્પિત અને સંગઠન ક્ષેત્રે અનુભવ ધરાવતા મહામંત્રી  ભરતભાઈ દલસાણીયાનો આજે જન્મ દિવસ હોઈ સમગ્ર જિલ્લાના રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

મૂળ જોડિયા તાલુકાના નાના એવા લખતર ગામના વતની અને હાલ ધ્રોલ ખાતે સ્થાયી થયેલા ભરતભાઈ દલસાણીયાની રાજકીય સફર ભાજપના પાયાના કાર્યકરો માટે પ્રેરણારૂપ રહી છે. તેમણે વર્ષ ૧૯૯૫માં પક્ષમાં એક સામાન્ય બૂથ પ્રમુખ તરીકે જોડાયા બાદ પોતાના જાહેર જીવનની શરૂઆત કરી હતી. સતત ત્રણ દાયકા સુધી પક્ષની વિચારધારાને વરેલા રહી અથાક પરિશ્રમ કરનાર ભરતભાઈને પક્ષ દ્વારા વર્ષ ૨૦૧૯માં જોડિયા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા અને કાર્યકુશળતાને ધ્યાને રાખી હાલ તેઓ હાલમાં જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે સક્રિય રીતે જવાબદારી નિભાવી રહ્યા છે.

 

આજરોજ તેમના જન્મદિવસ નિમિત્તે લખતર, જોડિયા અને ધ્રોલ પંથક સહિત સમગ્ર જામનગર જિલ્લાના પક્ષના અગ્રણીઓ, લોકપ્રતિનિધિઓ, કાર્યકરો તેમજ સ્નેહીજનો દ્વારા તેમના મોબાઈલ નંબર (98792 92303) પર ફોન પર જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

(9:45 AM IST)