News of Saturday, 1st August 2026
જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી દેવીબેન મહેતાનો જન્મદિન

રાજકોટ તા. ૧ : જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રીમતી દેવીબેન મહેતાનો આજે જન્મ દિવસ છે. ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા સાથે ખભે ખભા મિલાવી તેમના ધર્મપત્ની તરીકે હંમેશા સેવા કાર્યોમાં સાથે જોડાયેલા રહે છે. હાલમાં જ તેમણે ૬ ચક્ષુદાન, ૧ સ્કીન ડોનેશન, ૧ દેહદાન કરાવેલ. આ ઉપરાંત ઉનાળામાં છાશ વિતરણ સેવામાં પણ સક્રિય ભુમિકા ભજવી હતી. સેવા પ્રવૃત્તિઓમાં મોખરે રહે છે. આર્ટ ઓફ લિવિંગમાં પણ તેઓ જોડાયેલા છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે ચોમેરથી તેમને અભિનંદન મળી રહ્યા છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
