<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સત્ય કોનું? અખાતના વિવાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ એક વાર 'રાત ગઈ, બાત બદલાઈ!' અખાતના દરિયામાં બુધવારે રાત્રે બનેલી સનસનાટીપૂર્ણ લશ્કરી ઘટના અંગે અમેરિકા અને ઈરાનના દાવાઓ સામસામે આવી ગયા છે. ઈરાનની 'તસ્નીમ ન્યૂઝ એજન્સી' ના સૈન્ય સ્રોતોના જણાવ્યા અનુસાર, એક અમેરિકન ઓઈલ ટેન્કરે પોતાની રડાર સિસ્ટમ બંધ રાખીને ગુપ્ત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની નૌસેનાએ ચેતવણીરૂપ ફાયરિંગ કરીને તેને પાછા ફરવા મજબૂર કર્યું હતું. આ ઘટના બાદ અમેરિકાએ ઈરાનના બંદર અબ્બાસ નજીક વળતો સૈન્ય હુમલો કર્યો હતો, જેમાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી. બીજી તરફ, અમેરિકાએ તદ્દન વિરોધાભાસી દાવો કરતા જણાવ્યું છે કે, ઈરાને પહેલા તેમના યુદ્ધ જહાજ પર ડ્રોન હુમલા કર્યા હતા, જેને અમેરિકી દળોએ હવામાં જ તોડી પાડીને ઈરાનના ડ્રોન લોન્ચરને નષ્ટ કર્યું હતું. આ વિવાદમાં બંને પક્ષો માત્ર એ એક જ વાત પર સહમત છે કે મધદરિયે બંને સેનાઓ સામસામે ટકરાઈ હતી, બાકી સત્યના નામે બંને પોતપોતાની વાર્તા ચલાવી રહ્યા છે.9:24 AM IST