News of Saturday, 1st August 2026
સાવરકુંડલાઃ પીઢ પત્રકાર રાજેશભાઇ પારેખનો જન્મદિન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલાઃ તા.૧,ગુજરાતની પત્રકારિતામાં ચાર દાયકાથી વધુ સમયથી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અને ગુજરાત સમાચાર સાથે છેલ્લા ૪૦ વર્ષથી અવિરત જોડાયેલા પીઢ પત્રકાર રાજેશભાઈ પરીખે આજે જીવનના ૭૦ વર્ષ પૂર્ણ કરીને ૭૧મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
જન્મદિવસના અવસરે રાજ્યભરના પત્રકાર મિત્રો, સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, શુભચિંતકો અને વાચકવર્ગ દ્વારા તેમના મોબાઇલ નંબર ૯૮૨૫૬૬૮૪૧૬ પર શુભેચ્છા સંદેશાઓ અને ફોન કોલ્સનો જાણે ધોધ વરસ્યો હતો.નિર્ભય, નિષ્પક્ષ અને મૂલ્યનિષ્ઠ પત્રકારિતાના ચાર દાયકાના તેમના અમૂલ્ય યોગદાનને સૌએ બિરદાવ્યું હતું.
૭૦ વર્ષનો અનુભવ... ૪૦ વર્ષની ગૌરવશાળી પત્રકારિતા... અને ૭૧મા વર્ષમાં નવા ઉત્સાહ સાથે પ્રવેશ કરનાર પીઢ પત્રકાર રાજેશભાઈ પરીખને જન્મદિવસની શુભેચ્છાઓ પઠવાઇ રહી છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
