News of Thursday, 6th August 2026
ટ્રાફિક શાખાના આસી. સબ ઇન્સ. જયેશભાઇ છૈયાનો આજે જન્મદિવસ
વર્ષ ૨૦૨૫માં ઓવરસ્પીડના ૯૫૭૪ કેસ કર્યા

રાજકોટ તા. ૬: શહેર ટ્રાફિક બ્રાંચમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં જયેશભાઇ એન. છૈયાનો આજે જન્મદિવસ છે. ૧-૧-૧૯૯૬થી તેઓ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવી ડીટેક્શન ટીમમાં પણ વારંવાર નોંધપાત્ર કામગીરી તેમણે કરી છે. હાલ તેઓ ટ્રાફિક શાખામાં ઇન્ટરસેપ્ટરમાં ફરજ બજાવે છે અને વર્ષ ૨૦૨૫માં ઓવરસ્પીડના ૯૫૭૪ કેસ કરી ૧ કરોડ ૯૧ લાખ ૪૮ હજાર રૂપિયાનો દંડ બેદરકાર વાહનચાલકોને ફટકાર્યો છે. જયેશભાઇ છૈયાને (મો.૯૩૧૩૬ ૪૧૧૩૯) પર સતત શુભેચ્છાઓ મળી રહી છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
