<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

પોરબંદરના વ્‍હીલચેર ક્રિકેટર ભીમાભાઈ ખૂંટીનો જન્‍મદિન

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૭: ઇન્‍ટરનેશનલ વ્‍હીલચેર ક્રિકેટર ભિમાભાઈ ખુંટીનો આજે જન્‍મદિવસ છે. રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પોતાની રમતથી આગવી ઓળખ ઉભી કરનાર ભિમા ખુંટીએ અનેક યાદગાર રેકોર્ડ્‍સ પોતાના નામે નોંધાવ્‍યા છે. છેલ્લા દસ વર્ષથી તેઓ ગુજરાત વ્‍હીલચેર ક્રિકેટ ટીમના કેપ્‍ટન તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે અને ભારત તરફથી અનેક દેશોમાં રમીને દેશને મહત્‍વપૂર્ણ જીત અપાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્‍યું છે.

તેઓના દેશ-વિદેશના અનેક જાણીતા ક્રિકેટરો અને ફિલ્‍મી સેલિબ્રિટીઓ સાથે તેમની મુલાકાતો લોકોને આકર્ષતી રહી છે. તાજેતરમાં અભિનેતા રણવીર સિંહ, શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથેની તેમની મુલાકાત સોશિયલ મીડિયામાં વાયરલ બની હતી.

આ ઉપરાંત વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ, હાર્દિક પંડ્‍યા, રવીન્‍દ્ર જાડેજા, આર. અશ્વિન, કુલદીપ યાદવ સહિત ભાર્રીતીય ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓ સાથે તેઓ મુલાકાત કરી ચૂકયા છે. વિદેશી ખેલાડીઓમાં કાગિસો રબાડા, લસિથ મલિંગા અને રશીદ ખાન જેવા વિશ્વવિખ્‍યાત ક્રિકેટરો સાથે પણ તેમની મુલાકાત થઈ છે. દુબઈ ખાતે તાજ હોટલમાં ભારતીય સ્‍ટાર બોલર જસપ્રીત બુમરાહ સાથેની તેમની મુલાકાતના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ લોકપ્રિય બન્‍યા હતા. ક્રિકેટર ભીમાભાઈને તેમના શુભેચ્‍છકો દ્વારા જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

(10:59 AM IST)