<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

નાટો સેક્રેટરી જનરલ અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જર્મનીના લીપઝિગ એરપોર્ટ પર રશિયા દ્વારા કરવામાં આવેલા હાઇબ્રિડ હુમલાની પુષ્ટિ કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે અફરાતફરી મચી ગઈ છે, જેના પગલે નાટો દેશોએ જર્મનીને પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. બીજી તરફ, યુક્રેનિયન એરફોર્સના F-16 ફાઇટર જેટ્સે રશિયન ડ્રોન ઓપરેટરોના બેઝ પર ભીષણ એરસ્ટ્રાઇક કરીને રશિયાને મોટો ફટકો માર્યો છે, જ્યારે પશ્ચિમ એશિયામાં પણ સંગ્રામ છેડાઈ ચૂક્યો છે જ્યા અમેરિકી એરફોર્સે ઈરાન પર શ્રેણીબદ્ધ પ્રચંડ હુમલા કરીને ચાબહાર પોર્ટ, બંદર અબ્બાસ, સિરિક અને સ્ટ્રેટ ઓફ હોર્મોજ જેવા વ્યૂહાત્મક વિસ્તારોમાં ૧૮થી વધુ ધડાકાઓ સાથે કહેર વર્તાવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એકસાથે પાંચ દેશો સીધા યુદ્ધના મેદાનમાં આવી જતાં સમગ્ર વિશ્વમાં એકસાથે મહાયુદ્ધ જેવો ભયાનક માહોલ સર્જાયો છે. (ન્યૂઝફર્સ્ટ)11:38 PM IST

વિકાસ કાર્યો માટે સરકાર પાસે નાણાંની કોઈ કમી નથી; જનપ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો સાંભળે, નિયમો સમજે અને ગુણવત્તાસભર કામો કરે : ભૂપેન્દ્રભાઈ પટેલ : પંચાયતી રાજને વધુ સશક્ત બનાવવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રીના હસ્તે એકદિવસીય ‘પંચાયત સંસ્કરણ કાર્યશાળા’નો પ્રારંભ: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ : ગરીબ અને છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજનાઓના સીધા લાભો પહોંચાડવા મુખ્યમંત્રીશ્રીનું આહવાન : પંચાયતી રાજના જનપ્રતિનિધિઓએ સતત શીખવાની અને નિયમોની મર્યાદામાં રહીને લોકકલ્યાણના કાર્યો કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ : લોકોમાં જાગૃતિ વધી છે, હક અને ફરજ બંનેને સમજી પંચાયત માળખું વધુ મજબૂત કરી શકાશે: વિધાનસભા અધ્યક્ષ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી : ‘સમૃદ્ધ ગામથી વિકસિત રાષ્ટ્ર’ના સંકલ્પ સાથે ગ્રામ વિકાસને મળી નવી ગતિ: ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા3:51 PM IST

પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ સામાજિક-સેવાકીય પ્રવૃત્તિઓ થકી ઉજવાયો : રાષ્ટ્રીય સંત, પરમ ભાગવતકાર, શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતકના જન્‍મ દિવસે શ્રી હરિમંદિરમાં પૂ.ભાઈશ્રીૅદ્વારા વિધિવત્‌ વર્ધાપનપૂજન વિધિઃ શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવને લઘુરુદ્રાભિષેકઃ શ્રી સૌમ્‍ય ભૈરવજી મહારાજની ૧૧૦૦ બિલ્‍વપત્ર અર્પણ કરીને વિશેષ પૂજા : શ્રી હરિવનનું પૂ.ભાઈશ્રી, પોરબંદરના ધારાસભ્‍ય-વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કલેકટરશ્રી ધાનાણી, મેયર સાગરભાઈ મોદી, જીલ્‍લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી સહિતનાની ઉપસ્‍થિતિમાં લોકાર્પણ સાંદીપનિ ગૌશાળામાં પૂ.ભાઈશ્રી દ્વારા ગૌપૂજનઃ ગૌમાતાને લાડુનો ભોગ અર્પણ 1:03 PM IST