News of Friday, 14th August 2026
વેરાવળ-સોમનાથ સિંચાઇ વિભાગના નિવળત અધિકારી શિરીષ વસાવડાનો જન્મ દિવસ

સોમનાથ, તા.૧૪: રાજય સરકારના સિંચાઇ વિભાગના વેરાવળ-સોમનાથના નિવળત કાર્યપાલક ઇન્જીનીયર શિરીષ વસાવડાનો જન્મ દિવસ છે.
તા.૧૪ ઓગસ્ટ ૧૯૩૬ ના રોજ પ્રભાસ પાટણ ખાતે જન્મેલા તેઓએ ભાવનગર, ચીખોદરા, ખંભોળજ, કુંજરાવ, નલીયા, રાજકોટ, વેરાવળ સહીત અનેકવિધ સ્થળોએ ફરજો બજાવી લોકચાહના મેળવેલ છે.
તેઓની કાર્યક્ષમતાને બિરદાવી સરકારે તેમને સિધ્ધી સીમેન્ટ તથા વેરાવળ નગરપાલિકામાં ખાસ ફરજ ઉપરના અધિકારી ઓએસડી તરીકે સેવાઓ લેવામાં આવી હતી. જે તેમની ઉતમ કામગીરીનું પ્રમાણ છે. તેઓ ૯૦ વર્ષ પૂર્ણ કરી ૯૧માં વર્ષમાં પ્રવેશી સદી તરફ પ્રયાણ કરી રહ્યા છે. (મો.૯૪૨૬૯૯૫૨૩૯)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
