તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Wednesday, 19th August 2026
શહેર ભાજપ અગ્રણી હરેશભાઈ જોષીનો આજે જન્મ દિવસઃ શુભેચ્છા વર્ષા

રાજકોટઃ શહેર ભાજપના પૂર્વ કાર્યાલય મંત્રી અને બ્રહ્મ સમાજના અગ્રણી હરેશભાઈ જોષીનો આજે જન્મ દિવસ છે. એ બી. એ. સુધીનો અભ્યાસ કર્યા બાદ સાહિત્ય રત્ન પૂર્ણ કરી જૂનાગઢ બ્રાહ્મણ ર્બોડિંગમાં રહી વિધાર્થી નેતા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને રાજકોટ ખાતે સ્થાયી થઈ ૧૯૯૩માં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ અભયભાઈ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ પરશુરામ યુવા સંસ્થામાં અને બ્રહ્મ સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈ પરશુરામ જયંતીના કાર્યક્રમોમાં હંમેશા અગેસર રહ્યા છે. સાથો સાથ ભાજપમાં ૧૯૯૫ માં વોર્ડ નં.૧૬માં મંત્રી તરીકે જવાબદારી સંભાળી શહેર ભાજપ કાર્યાલયમાં અનિલભાઈ પારેખના માર્ગદર્શન હેઠળ મીડિયા અને હિસાબનીશ તરીકે કામગીરી સંભાળતા હતા. વોર્ડ નં.૧૪ માં ઉપ-મુખ તરીકે રહી સતત પાર્ટીમાં સક્રિય રહ્યા છે અને ૨૦૦૫ માં રાજકોટ મહાનગરપાલિકાના કાર્યાલય મંત્રી તરીકે, ૨૦૧૬ માં રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રીની જવાબદારી સંભાળી હતી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના કાર્યાલય મંત્રી તરીકે સક્રિય રહી કાર્યકર્તા સાથે સંકલન અને સંગઠનની કડીરૂપ ભૂમિકા બજાવી હતી. ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, મુકેશભાઈ દોશી સહિતના પ્રમુખના કાર્યકાળમાં સતત વિવિધ જવાબદારીઓ ખાસ કરી લોકસભા, વિધાનસભા, કોર્પોરેશનની ચૂંટણીઓમાં બુથ મેનેજમેન્ટથી લઈ શક્તિકેન્દ્ર, પ્રચાર-પ્રસારની જવાબદારીઓ સાંભળી હતી તેમજ રાજુભાઈ ધ્રુવની સાથે મીડિયામાં પણ સતત જવાબદારી સંભાળી હતી. ‘કમલમ' કાર્યાલયના નિર્માણ કાર્યમાં મહત્વની ભૂમિકા બજાવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન યોજાયેલ વિવેકાનંદજીની જન્મ જયંતી અંતર્ગત નિકળેલ યાત્રામાં પણ મીડિયામાં જવાબદારી સંભાળી હતી અને નરેન્દ્રભાઈ મોદી ૨૦૧૪ માં વડાપ્રધાન બન્યા બાદ ૪ વખત શુભેચ્છા મુલાકાતનો અવસર મળેલ. દેશના ગળહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓ કેશુભાઈ પટેલ, સુરેશભાઈ મહેતા, શંકરસિંહ વાઘેલા, આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી, ભૂપેન્દ્રભાઈ પટેલ ને મળવાનો પણ અવસર મળ્યો છે. સ્વ.ચીમનભાઈ શુક્લ રાજ્યસભાના સભ્ય તરીકે કાર્યકાળ સાંભળતા ત્યારે પણ ભાજપમાં કામ કરવાની તક મળી હતી. આમ, વર્ષો સુધી પાર્ટીના સંગઠન કાર્યમાં અને સામાજિક ક્ષેત્રે બ્રહ્મ સમાજમાં કશ્યપભાઈ શુક્લ, જીતુભાઈ મહેતા પરશુરામધામના પ્રણેતા રાજુભાઈ જોષી, ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ પણ સતત કાર્યરત રહ્યા છે. આજે તેમના જન્મ દિવસ પર તેમના મો. ૯૪૨૬૯ ૫૯૫૬૫ ઉપર ઠેર ઠેર થી શુભેચ્છા મળી રહી છે.(
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
