<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

રાજકોટ મશીન ટૂલ્‍સ એસોસીએશનના પ્રમુખ યોગીન છનિયારાનો જન્‍મદિવસ

રાજકોટ : સામાજિક, ધાર્મિક, રાજકીય અને ઉદ્યોગ ક્ષેત્રે અને સંગઠનમાં કાર્યશીલ શ્રી યોગીનભાઇ છનીયારા આજે જીવનના પ૩માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. ગોંડલ રોડ સ્‍થિત નામાંકિત છનીયારા ગૃપના મેનેજિંગ ડિરેકટર છે. જેઓ છનીયારા બ્રાન્‍ડ લેથ મશીન, શોરૂમ ફર્નિચર, ઇલેકટ્રીક ગોલ્‍ફ કાર અને ફેબ્રિકેશન જેવા વ્‍યવસાયો ચલાવે  છે. તેઓ સુથાર સમાજના સમગ્ર ગુજરાતના અધ્‍યક્ષ, બાગેશ્વર ધામ સેવા સમિતિ રાજકોટના અધ્‍યક્ષ, તેમજ મશીન ટુલ્‍સ એસોસીએશન, ભારત તિબેટ સંઘ, ગુર્જર સુથાર કન્‍યા છાત્રાલય, ગજ્જર રસોત્‍સવ, ગજ્જર સ્‍પોર્ટસ કલબ, ગુર્જર સુથાર હિતુચ્‍છુ પરિવાર જેવી સંસ્‍થાઓમાં પ્રમુખ તરીકે જવાબદારીઓ સંભાળે છે. હોકી રાજકોટ,  કુમકુમ ગૃપ, ભારતીય વિચાર મંચ, રાજકોટ ડિસ્‍ટ્રીકટ સ્‍વિમીંગ એસોસીએશન, રાજયકર ભવન અમદાવાદ, બેંગ્‍લોર સ્‍થિત ઇન્‍ડિયન મશીન ટુલ્‍સ એસોસીએશન સામેલ છે. તેઓ દ્વારા સુથાર સમાજમાં બ્‍લડ કેમ્‍પ, રાસ ગરબા, રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્‍ટ સહિતના સામાજિક કાર્યો થઇ રહેલ છે. તેઓને ઉદ્યોગ રત્‍ન એવોર્ડ અને સામાજિક કાર્યો બદલ રતન જ્‍યોતિ એવોર્ડ પણ દિલ્‍હી ખાતે અપાયેલ છે. વિવિધ સિદ્ધિઓ બદલ અંદાજે ૧પ૦થી વધુ સન્‍માનો અને પુરસ્‍કારો વિવિધ સંસ્‍થાઓ દ્વારા મળેલ છે. રાજકોટ ઐતિહાસિક બાગેશ્વર ધામ ધીરેન્‍દ્ર કૃષ્‍ણ શાષાીજીના દિવ્‍ય દરબારનું આયોજન પણ તેમના દ્વારા કરાયેલું હતું. તાજેતરમાં જયાકિશોરીજીની સનાતન યુવા કથાનું પણ આયોજન તેમના દ્વારા થઇ રહ્યું છે. તેઓ બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના ચુસ્‍ત અનુયાયી છે. તેમના જન્‍મદિવસે ગુરુ હરિ મહંત સ્‍વામી મહારાજે આશીર્વાદ આપ્‍યા છે. મો. ૯૮રપ૦૭પ૦ર૩

 

(11:19 AM IST)