<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

દૂધ ડેરીના ચેરમેન ગોરધનભાઈ પર જન્‍મદિનની શુભેચ્‍છાની ધારા

ધામેલિયા પરિવારે રક્ષાબંધન અને જન્‍મદિન સાથે ઉજવ્‍યો

 

 

રાજકોટ, તા.૨૮: આજે પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિતે અમૂલ ફેડરેશનના વાઈસ ચેરમેન તથા રાજકોટ ડેરીના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલિયાએ પરિવારજનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. જોગાનું જોગ આજે તેમનો જન્‍મદિન છે. તેમનો જન્‍મ તા.૨૮ ઓગસ્‍ટ ૧૯૫૮ ના દિવસે થયેલ. આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેનના હાથે રાખડી બંધાવીને ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીના આ પવિત્ર સંબંધને ઉજવ્‍યો હતો. આ સાથે જ ગોરધનભાઈ ધામીલિયાના જન્‍મદિવસની શરૂઆત પણ રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી સાથે થઈ હતી. પરિવારજનો તથા શુભેચ્‍છકો દ્વારા તેમને જન્‍મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે. મો. ૯૮૨૫૨ ૧૬૮૮૦ વીરપુર (જલારામ).

(1:47 PM IST)