News of Tuesday, 1st September 2026
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના વરિષ્ઠ પ્રોફેસર ડો.જયદિપસિંહ ડોડીયાનો જન્મદિવસ

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર ડો. જયદિપસિંહ ડોડીયા તેમની જીવન યાત્રાના ૬૨ વર્ષ પુરા કરી આજરોજ તા. ૧/૯/૨૦૨૬ ના દિવસે ૬૩ માં વર્ષ માં પ્રવેશ કરી રહ્યા છે. ૧૯૯૮ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા એ પહેલા રાજકોટની શ્રીમતી એમ. ટી. ધમસાણીયા કોમર્સ કોલેજ અને માંગરોળની શ્રી શારદાગ્રામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કોલેજમાં અંગ્રેજીના અઘ્યાપક તરીકે ફરજ બજાવેલ તથા માંગરોળ જેવા દરિયાઇ કાંઠાના વિસ્તારોમાં અંગ્રેજી ભાષાના પ્રચાર તથા પ્રસાર માટે ખુબજ મહત્વનું યોગદાન આપ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની કારકિર્દી શરુ કરનાર પ્રોફે. ડોડીયા સેનેટ સભ્ય, સીન્ડીકેટ સભ્ય તેમજ વિનયન વિદ્યાશાખાના ડીન,અધર ધેન ડીન અને ઈ. સી. મેમ્બર તરીકે ફરજ બજાવી ચુકયા છે.
પ્રા. જયદિપસિંહ ડોડીયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તા મંડળોની અનેક ચૂંટણી જંગમાં તોતિંગ બહુમતીથી વિજેતા જાહેર થયા છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન ના બે ટર્મ સુધી મહામંત્રી અને બે ટર્મ સુધી પ્રમુખ તરીકેના કાર્યકાળમાં સત્તાધીશો સાથે સીધો સંઘર્ષ કરીને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રશ્નોના નિવારણ માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતમાં યુ.જી.સી. ના છઠ્ઠા અને સાતમા પગાર ધોરણના અમલીકરણ માટે પણ પ્રોફે. જયદીપસિંહ ડોડીયાએ એક જાગળત અધ્યાપક અગ્રણી તરીકે સક્રિય ભૂમિકા ભજવી હતી.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
