News of Wednesday, 2nd September 2026
રાજકોટ બાર એસો.ના જોઇન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયાનો જન્મદિવસ

રાજકોટ, તા.૨: બાર એસોસીએશનના જોઇન્ટ સેક્રેટરી જયેન્દ્ર એચ. ગોંડલીયાનો આજે જન્મદિવસ છે. જયેન્દ્ર એચ. ગોંડલીયા જીવન સફરના ૪૪ વર્ષ પૂર્ણ કરી ૪૫ માં વર્ષમાં મંગલમય પ્રવેશ કર્યો છે.
સીનીયર એડવોકેટ તુલસીદાસ ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ વકીલાતના વ્યવસાયને ગરિમા પૂર્વક વહન કરતાં જયેન્દ્ર એચ. ગોંડલીયા સિવિલ, ક્રિમિનલ, રેવન્યુ અને ફેમિલી કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે હાલમાં બાર એસો.માં જોઇન્ટ સેક્રેટરી, રાજકોટ નાગરિક સહકારી બેન્ક, વિજય બેન્ક, જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા, સહકારી અને અર્ધ સહકારી સંસ્થાઓ લીગલ એડવાઈઝર તરીકે રોકાયેલા છે. જિલ્લા કાનૂની સેવા સતા મંડળમાં વર્ષ ૨૦૦૮ થી ફ્રી લીગલ કાનૂની સેવા આપી કાયદાથી અજ્ઞાન અને નબળા વર્ગના નાગરિકોને ઉતમ લીગલ સહાય આપવા કટિબધ્ધ રહ્યા છે અસિલો તથા વકિલ, વડીલોના હદયમાં સ્થાન મેળવનાર સરળ સોમ્ય અને સજ્જન વ્યક્તિત્વ ધરાવતા એડવોકેટ જયેન્દ્ર એચ. ગોંડલીયાના જન્મદિવસે મો.૯૩૭૪૧ ૭૯૨૪૧ પર શુભેચ્છાઓની વર્ષા વરસી રહી છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
