રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિવાદાસ્પદ પગલાં સામે અમેરિકામાં મે ડે પર ભડકો : દેશવ્યાપી '50501' આંદોલનમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા : જુઓ વિડીયો : સ્થળાંતરિતો, કામદારો અને નાગરિક અધિકારોના હનનના વિરોધમાં લોસ એન્જલસથી ન્યુયોર્ક સુધી પ્રચંડ દેખાવો : અનેક શહેરોમાં ધરપકડ : બંધારણના રક્ષણ અને કાર્યકારી અતિરેકને સમાપ્ત કરવાની માંગણી8:43 AM IST
કેદારનાથ ધામના કપાટ ખુલ્યા : મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દર્શન કર્યા : શ્રદ્ધાળુઓ પર પુષ્પવર્ષા : ભારતીય સેનાની ગઢવાલ રાઈફલ્સના બેન્ડે ભક્તિમય ધૂનો વગાડી : જુઓ વિડીયો : બે મે (શુક્રવાર) થી કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખુલ્યા : મંદિરને દેશ-વિદેશથી મંગાવવામાં આવેલા વિવિધ પ્રકારના 108 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું8:16 AM IST
પહેલગામ હુમલા બાદ તણાવ વચ્ચે ભારતીય સેનામાં મોટા ફેરફારો: એર માર્શલ નાગેશ કપૂરે SWAC ની કમાન સંભાળી : એર માર્શલ નાગેશ કપૂર ડિસેમ્બર ૧૯૮૫માં નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)માંથી સ્નાતક થયા અને ૬ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ ભારતીય વાયુસેનામાં કમિશન્ડ થયા. તેઓ એક અત્યંત અનુભવી ફાઇટર પાઇલટ અને લાયક ફ્લાઇટ પ્રશિક્ષક છે.1:01 AM IST
શ્રદ્ધાળુઓની ભીડ અને હળવા વરસાદ વચ્ચે બાબા કેદારની પંચમુખી ડોલી ગૌરીકુંડથી શ્રી કેદારનાથ ધામ પહોંચી: આવતીકાલે શુક્રવારે સવારે ૭ વાગ્યે શ્રદ્ધાળુઓ માટે કપાટ ખુલશે: 'જય બાબા કેદાર”ના નાદથી આખું ધામ ગુંજી ઉઠ્યું: બદ્રીનાથ ધામના કપાટ ૪ મે, ૨૦૨૫ના રોજ ખુલશે : શ્રી કેદારનાથ ધામ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે અને હિમાલયના ગઢવાલ ક્ષેત્રમાં મંદા કિની નદીના કિનારે આવેલું છે. આ ધામ ચારધામ યાત્રાનું મુખ્ય સ્થળ છે, દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. દુર્ગમ ભૌગોલિક સ્થિતિ અને હવામાનને કારણે આ મંદિર અક્ષય તૃતીયાથી કાર્તિક પૂર્ણિમા સુધી જ ખુલ્લું રહે છે12:32 AM IST
ભારતીય એરફોર્સ આવતીકાલે સવારે ગંગા એક્સપ્રેસવેના ૩.૫ કિમી લાંબા એરસ્ટ્રીપ પર ટેક-ઓફ અને લેન્ડિંગ ડ્રિલ કરશે: ઉત્તર પ્રદેશમાં ઐતિહાસિક પ્રયોગ: અદ્યતન ફાઈટર જેટ રાફેલ, જેગુઆર અને મિરાજ સામેલ થશે: જે રાત્રીના સમયે પણ ઓપરેશન કરશે : ડ્રિલનો મુખ્ય હેતુ ગંગા એક્સપ્રેસવેના એરસ્ટ્રીપને યુદ્ધ કે કટોકટીના સમયે વૈકલ્પિક રનવે તરીકે ઉપયોગમાં લઈ શકાય તેની શક્યતા તપાસવાનો છે: યોગી આદિત્યનાથ આ ઐતિહાસિક ઘટનાને નિહાળવા માટે હાજર રહેશે: સેંકડો દર્શકો પણ સામેલ થશે11:42 PM IST
સાગરમાં મુસ્લિમ યુવકે હિન્દુ નામ અપનાવીને હિન્દુ છોકરી પર બળાત્કાર ગુજાર્યો, ઇસ્લામ ધર્મ સ્વીકારવા દબાણ કેસ નોંધાયો : છોકરીને ખબર પડી કે તેના આરોપીનું નામ ગોલુ નહીં પણ ફરહાન મકરાણી છે, જે સદર કેન્ટનો રહેવાસી છે: આરોપી તેના રૂમમાં આવ્યો અને તેને બદનામ કરવાની ધમકી આપીને ફરીથી તેના પર બળાત્કાર ગુજાર્યો10:50 PM IST
ભોપાલ રેપ કેસ: હિન્દુ છોકરીઓ પર બળાત્કાર મામલે ફરહાને કહ્યું- મેં 'સવાબ'નું કામ કર્યું છે : ભોપાલમાં, ફરહાન ખાનના નેતૃત્વમાં મુસ્લિમ યુવાનોના એક ટોળાએ, જે જેહાદી માનસિકતા ધરાવે છે, હિન્દુ છોકરીઓને પ્રેમની જાળમાં ફસાવીને બળાત્કાર, બ્લેકમેલ અને ધર્માંતરણનો પ્રયાસ કર્યો:૧૧ આરોપીઓની ધરપકડ: SIT અને રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તપાસ10:46 PM IST
બેંગ્લોરમાં ભારે વરસાદનો કહેર: રાત્રે ધોધમાર વરસાદ: ગઈકાલે પણ મેઘો મન મૂકીને વરસ્યો: ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામ: ચાર દિવસ બેંગ્લોર સહિત કર્ણાટકના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ: સમગ્ર કર્ણાટક માટે આજથી ચાર દિવસ સુધી વરસાદનું એલર્ટ જારી : ચેન્નઈ રડાર પર બેંગ્લોરના સીબીડી વિસ્તારમાં તીવ્ર વરસાદ દેખાઈ રહ્યો છે: વાવાઝોડું શહેરના પશ્ચિમી ભાગો તરફ આગળ વધી રહ્યું છે: આ ઉપરાંત, કે.આર. પુર, બૈયપ્પનહલ્લી, બેન્નીગનહલ્લી, જયનગર, બનશંકરી અને જેપી નગરમાં એક કલાકથી વધુ સમયથી ધોધમાર વરસાદ9:09 PM IST
ઇમિગ્રેશન અને વિદેશી અધિનિયમ ૨૦૨૫: ૨૯ એપ્રિલ સુધીમાં ભારત ન છોડનાર પાકિસ્તાનીઓ માટે ૩ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા કાર્યવાહી : સાર્ક વિઝા ધરાવતા લોકો માટે અંતિમ તારીખ 26 એપ્રિલ હતી, જ્યારે મેડિકલ વિઝા ધરાવતા લોકો માટે અંતિમ તારીખ 29 એપ્રિલ છે.: રવિવાર સુધીમાં ભારત છોડવા માટે 12 શ્રેણીના વિઝા છે8:36 PM IST
ઇંગ્લેન્ડમાં મહિલા ફૂટબોલમાં ભાગ લેવા પર ટ્રાન્સજેન્ડર મહિલાઓ પર પ્રતિબંધ : ફૂટબોલ એસોસિએશન, F.A. એ જણાવ્યું કે ગયા મહિને સુપ્રીમ કોર્ટના ચુકાદાના પરિણામે તેણે તેની નીતિમાં કર્યો છે ફેરફાર: બ્રિટનના સમાનતા કાયદા "જૈવિક જાતિ" પર આધારિત છે અને ટ્રાન્સ મહિલાઓ તેની કાનૂની વ્યાખ્યામાં બંધ નથી બેસતી8:35 PM IST
પાકિસ્તાનની ફરી વખત ફજેતી; ગેમનો વીડિયો શેર કરીને બનાવી રહ્યા હતા 'શેખચલ્લી ' X એ જુઠ્ઠાણું પકડી લીધું : પાકિસ્તાનનું વધુ એક મોટું જુઠ્ઠાણું પકડાયું છે. પાકિસ્તાની વાયુસેનાના એક વીડિયોમાં રમતના ફૂટેજનો ઉપયોગ થયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પાકિસ્તાન વિશ્વભરમાં હાસ્યનો વિષય બની ગયું 7:44 PM IST
તણાવ વચ્ચે ભારતીય સેના માટે સારા સમાચાર, દુશ્મનોને સ્તબ્ધ કરી દેનારા ધ્રુવ હેલિકોપ્ટરને ઉડાન ભરવાની મળી પરવાનગી : ડિફેક્ટ ઇન્વેસ્ટિગેશન કમિટીની ભલામણોના આધારે, આર્મી અને એરફોર્સના ALH ધ્રુવ હેલિકોપ્ટરને ફરીથી ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે. સશસ્ત્ર દળો અને HAL વચ્ચે સમય-મર્યાદા યોજના પર સંમતિ સધાઈ જે હેઠળ હેલિકોપ્ટર તબક્કાવાર રીતે થશે કાર્યરત7:29 PM IST
ભારતની સાફલ્ય ગાથાઓ વિભાજિત દુનિયાને બેઠી કરી શકે છે: WAVES 2025 ખાતે મુકેશ અંબાણી: શ્રેષ્ઠ આવવાનું હજુ બાકી : વધુને વધુ અશાંત અને અનિશ્ચિત વિશ્વમાં, આપણી કથાઓ એકતા, પ્રેરણા અને સમૃદ્ધિ સાથે વધુ સારા ભવિષ્યની આપે છે આશા: 5,000 વર્ષથી વધુ પ્રાચીન સંસ્કૃતિના વારસામાં, રામાયણ-મહાભારતમાંથી કાલાતીત વાર્તાઓનો વિશાળ ભંડાર7:30 PM IST
પુખ્ત વયના લોકો માટે વજન ઘટાડવાની દવાઓના વૈશ્વિક ઉપયોગને WHO સમર્થન આપશે, પરંતુ ઊંચા ખર્ચ અંગે ચેતવણી : WHO અનુસાર, વિશ્વભરમાં એક અબજથી વધુ લોકો હાલમાં સ્થૂળતાથી પીડિત: તેમાંથી લગભગ 70% ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં: સ્થૂળતાની સારવાર માટે નવી માર્ગદર્શિકા ઓગસ્ટમાં અપાશે, બાળકો અને કિશોરો માટે અલગ માર્ગદર્શિકા પર કામ ચાલુ 6:42 PM IST
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથ સાથે ફોન પર વાત કરી, અમેરિકાની ભારતને "પૂર્ણ સમર્થન" આપવાની ખાતરી : વાતચીતમાં, યુએસ સંરક્ષણ સચિવે પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાને પગલે જાનહાનિ અને ભારત સાથે એકતા માટે સંવેદના વ્યક્ત કરી: ભારતના સ્વરક્ષણના અધિકારને સમર્થન6:41 PM IST
ઇસ બાર ઘર મેં ઘુસ કે બેઠ જાનાઃ અસદુદ્દીન ઓવૈસીની પીઓકે પર કબ્જા માટે સરકારને ટિપ : ઓવૈસીએ કેન્દ્રને પાકિસ્તાન સામે નિર્ણાયક લશ્કરી અને વ્યૂહાત્મક પગલાં લેવા જણાવ્યું : AIMIM ના વડાએ સરકારની 2019 માં નિયંત્રણ રેખા પર આતંકવાદી લોન્ચ પેડ કબજે ન કરવા માટે પણ કરી ટીકા: અનેક આતંકવાદી હુમલાઓનો ઉલ્લેખ કર્યો6:18 PM IST
અમેરિકા: 64 વર્ષના શેતાને 2 માસૂમ છોકરીઓને ભોંયરામાં કેદ રાખી વર્ષો સુધી તેમના પર સામૂહિક બળાત્કાર કરાવ્યો: સાંકળોમાં બાંધીને રાખી : ડેવિડ બોયડની 26 એપ્રિલ 2025 ના રોજ ધરપકડ થઇ હતી. તેના પર બાળકોનું જાતીય શોષણ, તસ્કરી, બંધક બનાવવા અને ઘાતક હથિયારથી હુમલો જેવા ગંભીર આરોપો મુકાયા: આરોપી સાવકી દાદીનો પ્રેમી નીકળ્યો5:42 PM IST
પહલગામ: 'આતંકવાદીઓ કેવી રીતે આવ્યા અને ક્યાંથી ભાગ્યા'; રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ 3 કલાક સુધી ઘટનાસ્થળની બારીકાઈથી તપાસ કરી : આતંકવાદી હુમલાની તપાસ NIA ના IG, DIG અને SPની દેખરેખ હેઠળ ચાલી રહી છે. NIA ટીમો આતંકવાદીઓના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોની તપાસ કરી રહી છે, : પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ5:35 PM IST
'સરકારે હેડલાઇન આપી, પણ ડેડલાઈન ક્યાં છે': મોદી સરકારની જાતિગત વસ્તી ગણતરીની જાહેરાત પર કોંગ્રેસનો કટાક્ષ : ૨૦૨૧ માં કરાવવી જોઈતી હતી વસ્તી ગણતરી: ૫૦ થી વધુ દેશોએ કોવિડ દરમિયાન તેમની વસ્તી ગણતરી કરી હતી. : ૨૦૨૩, ૨૦૨૪ માં રોગચાળો નહોતો, છતાં તેઓએ તે પૂર્ણ ન કરી : આરક્ષણ પર 50 ટકા મર્યાદાનો અવરોધ દૂર કરવા માંગણી5:34 PM IST
પ્રેમીને પતિની હત્યા માટે પિસ્તોલ ખરીદવા કાનની બુટ્ટી વેચી દીધી, પત્ની અમરીનનો ખુલાસો, મેહરબાને સ્થળ પરથી જ વોટ્સએપ કોલ કર્યો : પોલીસે હત્યામાં સામેલ મેહરબાન અને ઉમરની ધરપકડ કરી ત્યારે અમરીનની કાવતરામાં સંડોવણી બહાર આવી. પૂછપરછ દરમિયાન અમરીને જણાવ્યું કે શાદી પછી પતિ ફારૂક સાઉદી ગયો હતો. તે દરમિયાન, તે મેહરબાનની નજીક આવી ગઈ.4:53 PM IST
બ્રિટનમાં ૩,૨૦,૦૦૦ પાઉન્ડથી વધુના ‘ક્રેશ ફોર કેશ' ફ્રોડમાં ગુજરાતી સહિત ૧૦ને સજા : બ્રિટનમાં ડિસેમ્બર ૨૦૧૫થી ઓક્ટોબર ૨૦૧૬ દરમિયાન અકસ્માતના ખોટા ક્લેમ કરી ૩,૨૦,૦૦૦ પાઉન્ડથી વધુનું ફ્રોડ કરનારી ગેંગના ૧૦ સભ્યોને સજા સંભળાવવામાં આવી છે. આ ગેંગ ગુજરાતી રાજુ પટેલ અને અન્ય એક ભારતીય કમલેશ વડુકુલ ચલાવતા હતાગેંગના બાકીના સભ્યો ખોટા અકસ્માત કરવાનું અને ક્લેમ કરવા માટે પોતાના દસ્તાવેજો આપવાનું કામ કરતા હતા.કેટલાક કિસ્સામાં તો અકસ્માત થયા વિના જ ક્લેમ કરાયા હતા4:18 PM IST
ભારતમાં ક્રિએટીવીટીની લહેર : ક્રિએટર્સ ઇકોનોમીમાં નવી ‘‘વેવ'' લાવી રહયા છે . : મુંબઇમાં વેવ્સ શિખર સંમેલનને સંબોધતા વડાપ્રધાન : ભારત ફિલ્મ નિર્માણ, ડિજિટલ કન્ટેન્ટ, ગેમિંગ, ફેશન સંગીતનું વૈશ્વિક હબ શાહરૂખ ખાન, આમીર ખાન, દિપિકા, રજનીકાંત, અક્ષય, રણવીર સહિતના બોલીવુડના દિગ્ગજોની ઉપસ્થિતિ4:14 PM IST
સાવધાન! જો બાળકને માત્ર પિઝા-બર્ગર ખવડાવવામાં આવે તો એ અયોગ્ય ઉછેર.. બાળ કસ્ટડી કેસમાં કોર્ટનો 'સુપ્રીમ' નિર્ણય : શારીરિક અને બૌદ્ધિક વિકાસ માટે પિતાનો પ્રેમ પૂરતો નથી: 15 દિવસને બદલે દર મહિનાના વૈકલ્પિક શનિવાર અને રવિવારે દીકરીની વચગાળાની કસ્ટડી લેવાની મંજૂરી : પિતા કાઉન્સેલરની દેખરેખ હેઠળ છોકરીને મળશે4:02 PM IST
પહેલગામ બદલાનો એક્શન પ્લાન તૈયારઃ સેના ૫ રીતે પાકિસ્તાન પર ‘પ્રહાર' કરશે : સીધો હુમલો કરતા પહેલા રાજદ્વારી માધ્યમો દ્વારા પાકિસ્તાનને ઘેરી લેવાની રણનીતિઃ ભારત નિયંત્રણ રેખા પાર કર્યા વિના પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યું છે ભારતે પહેલાથી જ કાઉન્ટર એટેક અને ગ્રેડેડ ડાયનેમિક રિસ્પોન્સ સ્ટ્રેટેજી માટે એક યોજના તૈયાર કરી લીધી છે, ભારત પહેલા પાકિસ્તાની સૈન્ય ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડસને નિશાન બનાવી શકે છે4:05 PM IST
પ્રખ્યાત કપડા કંપની પર સાયબર હુમલો, કોમ્પ્યુટર લોકઃ ૭૦૦૦ કરોડ સાફ : બ્રિટિશ રિટેલ જાયન્ટ M&S પર સાયબર હુમલો થયો છે જેના કારણે તેના ઘણા આઉટલેટ બંધ થઈ ગયા છે અને ઓનલાઈન ઓર્ડર ખોરવાઈ ગયા : સ્કેટર્ડ સ્પાઈડર'' નામના જૂથે કંપનીની સિસ્ટમોને લોકડાઉન કરવા માટે રેન્સમવેરનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે મોટા પાયે નાણાકીય નુકસાન થયું હતું. કામ હજુ સુધી સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થયું નથી3:43 PM IST
'શરબત જેહાદ' વિવાદ: રામદેવ કોઈના પણ નિયંત્રણની બહાર, પોતાની દુનિયામાં રહે છે: દિલ્હી હાઈકોર્ટે : "છેલ્લા આદેશને ધ્યાનમાં રાખીને, તેમનું સોગંદનામું અને આ વીડિયો પ્રથમ નજરે અનાદર છે. હું હવે અનાદર નોટિસ બહાર પાડીશ. અમે ફક્ત તેમને અહીં બોલાવી રહ્યા છીએ," ન્યાયાધીશ અમિત બંસલ, હમદર્દની વિરોધ અરજી3:44 PM IST
મિસાઇલોમાં પાણી ભરવામાં આવ્યું, ચીની સૈન્યમાં ભ્રષ્ટાચારથી ખળભળાટ; શી જિનપિંગનું સિંહાસન કેમ ધ્રૂજી રહ્યું છે? : ચીનમાં કેટલીક મિસાઇલોમાં બળતણની જગ્યાએ પાણી ભરવા અને સાયલો બાંધકામ માટે આપવામાં આવેલા ભંડોળના ઉચાપત જેવા ગંભીર આરોપો સામે આવ્યા છે. આવી બીનાઓ પીએલએની લડાઇ ક્ષમતાને બનાવી રહી છે નબળી, સેનાનું મનોબળ રહી છે ઘટાડી3:23 PM IST
વિઝા વિના ભારતમાં પ્રવેશ, ધરપકડ અને કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાનો લાભ: તેથી સીમા હૈદરને પાકિસ્તાન મોકલવામાં આવી નહીં : તેના વકીલ એપી સિંહે કહ્યું, સીમાને પહેલગામ હુમલા સાથે જોડવી ખોટી છે. તે ભારતની વહુ છે અને મીના સમુદાયનું ગૌરવ છે. તે સરકારના આદેશોનું પાલન કરી રહી છે અને તપાસ પ્રક્રિયામાં ભાગ લઈ રહી છે.3:14 PM IST
૨૮% મહિલા સાંસદો- ધારાસભ્યો સામે ફોજદારી કેસઃ ૧૫% પર હત્યાના ગંભીર આરોપ : વર્તમાન ૫૧૩ મહિલા સાંસદો અને ધારાસભ્યોમાંથી ૫૧૨ દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાના આધારે એડી ચારતાં અહેવાલમાં જણાવાયું છે કે ૧૪૩ અથવા ૨૮ ટકાએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે : ૭૮ મહિલા સાંસદો (૧૫ ટકા) સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં હત્યાનો પ્રયાસ અને હત્યાનો પણ સમાવેશ થાય છે9:56 AM IST
પ્રેમ અને પરિવાર વચ્ચે ફસાઈ દીકરીઃ મા-બાપે કહી દીધું બેમાંથી કોઈ એકની પસંદગી કરી લે,પુત્રીની વાત સાંભળી પરિવાર ભાંગી પડ્યો : પ્રેમમાં પડેલા લોકો હંમેશા પ્રેમને જ પસંદ કરતા હોય છે....પ્રેમને પસંદ કર્યા બાદ પરિવારે કહી દીધું કે, તું અમારા માટે મરી ગઈ છોઃ ભવિષ્યમાં કયારેય અહીં સંપર્ક કરવાની કોશિશ કરતી નહીં11:48 AM IST
જે પીડા તમે અનુભવી, તે પીડા અમે પણ અનુભવી:પહેલગામ હુમલાના પીડિત પરિવાર સાથે રાહુલ ગાંધીની વાતચીત : રાહુલ ગાંધી કાનપુરમાં મૃતક શુભમ ગુપ્તાના પરિવારને મળ્યા: પહેલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમના પિતાએ કહ્યું કે તમે અમારા દુ:ખને વધુ સારી રીતે સમજી શકો છો, કારણ કે તમે પણ દેશ માટે તમારા પિતા અને દાદી ગુમાવ્યા છે.1:16 PM IST
અમેરિકી રાજકીય વાતાવરણમાં ગરમાવો : રાષ્ટ્રપતિ ટ્રમ્પના શાસનના પ્રથમ 100 દિવસ બાદ કમલા હેરિસનું રાજકારણમાં પુનરાગમન : ટ્રમ્પના શાસન સામે બંધારણીય સંકટની ચેતવણી આપી : બંધારણીય સંકટની ચેતવણી આપીને ડેમોક્રેટિક ચિંતાઓને વાચા આપી : કેલિફોર્નિયાના ગવર્નર પદ માટે ચૂંટણી લડવાની શક્યતા વચ્ચે રાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો12:59 PM IST
ઇસ્કોનના પુજારી ચિન્મય દાસને જામીન મળ્યા11:56 AM IST
૪૦ લાખ પૂર્વ સૈનિકો ભારત સામે લડવા તૈયાર છે ગણવેશને ઇસ્ત્રી કરવાની જ બાકીઃ પાકિસ્તાનના પત્રકાર જાવેદ ચૌધરીનો દાવો : ભારતને નિવૃત્ત સૈનિકોને ફરજ પર બોલાવવાની જરૂર જ નથીઃકારણ કે તેની પાસે પૂરતું સૈનિક સંખ્યા બળ છે : ભારત પર માનસિક દબાણ કરવા તે પત્રકારે વધુમાં જણાવ્યું કે, રાતો-રાત તેઓને સરહદ પર મોકલી શકાય તેવી તૈયારી છે11:50 AM IST
ટ્રમ્પનો ટેરિફ દાવ ઉલટો પડયો! અમેરિકાના અર્થતંત્રમાં ત્રણ વર્ષમાં પહેલી વાર ઘટાડોઃ મંદીના સંકેતો : અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. પરંતુ પ્રથમ ક્વાર્ટરમાં તેમાં ઘટાડો થયો : પ્રથમ ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થામાં ૦.૩ ટકાનો ઘટાડો થયોઃ આનાથી અમેરિકામાં ફરી મંદીની આશંકા વધી ગઈ છે.સતત બે ત્રિમાસિક ગાળામાં વળદ્ધિમાં ઘટાડો થવાને મંદી કહેવામાં આવે છે9:58 AM IST
મોદી સરકારનો એક નિર્ણય અને રાહુલ ગાંધીના ‘બ્રહ્માષા'નું સુરસુરિયું : કેન્દ્રીય મંત્રીમંડળે જાતિ વસ્તી ગણતરીને મંજૂરી આપ્યા બાદ વિપક્ષને મોટો ઝટકો લાગ્યો છે, મોટો મુદ્દો તેના હાથમાંથી સરકી ગયો છે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત સમગ્ર વિપક્ષ પાસે ભાજપને ઘેરવા માટે આ મજબૂત મૂદ્દો હતો : વિપક્ષ પણ બિહાર વિધાનસભા ચૂંટણીમાં આનો લાભ લેવાની તૈયારી કરી રહ્યું હતું, જાતિગત વસ્તી ગણતરીને મંજૂરી મળીઃ બિહાર ચૂંટણીમાં ભાજપને ફાયદો મળી શકે છે11:12 AM IST
૮ વર્ષની પુત્રીને ઘરનું રાંધેલું ભોજન આપી શકતા ન્હોતા પિતા : સુપ્રીમ કોર્ટે કસ્ટડી છીનવી : છોકરી સાથે વાત કર્યા પછી સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે શોધી કાઢયું કે તે ન તો તેના પિતાના ઘરે ઘરે બનાવેલું ભોજન ખાઈ શકતી હતી અને ન તો તેને તેના ત્રણ વર્ષના નાના ભાઈનો સાથ મળી શકતો હતો11:15 AM IST
જુઓ મહત્વના સમાચારો ઊડતી નજરે2:16 PM IST
વૃક્ષ પર ડાન્સ કરતી કાશ્મીરી કન્યા જોઈ?9:56 AM IST
આખરે યુએસ અને યુક્રેન વચ્ચે થઈ ઐતિહાસિક ખનિજ સંસાધન સમજૂતી : ભવિષ્યના પુનર્નિર્માણ અને વ્યૂહાત્મક ભાગીદારીનો માર્ગ મોકળો : ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા યુક્રેનની અબજો ડોલરની ખનિજ સંપત્તિમાં અમેરિકાની ભાગીદારી સુનિશ્ચિત કરતો મહત્ત્વપૂર્ણ કરાર : રશિયા સામેની લડાઈમાં કિવને લાંબા ગાળાના આર્થિક અને રાજકીય સમર્થનનો સંકેત8:09 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ10:56 AM IST
અમેરિકા-ચીન-રશિયા જોતા રહી ગયા, ચંદ્રયાન-3 એ ફરીથી આશ્ચર્યચકિત કર્યા: પૃથ્વી ફાડીને રહસ્ય કાઢ્યા : ભારતનું ચંદ્રયાન-૩ ચંદ્ર પરથી સતત મૂલ્યવાન માહિતી મોકલી રહ્યું છે:ચંદ્રયાને ચંદ્રના દક્ષિણ ભાગમાં સ્થિત 'શિવ શક્તિ બિંદુ' પરથી મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી : ચંદ્રયાનના પ્રજ્ઞાન રોવરે ચંદ્રની માટીનું વિશ્લેષણ કર્યું અને આશ્ચર્યજનક પરિણામો બહાર આવ્યા9:19 PM IST
જાતિ આધારિત વસ્તી ગણતરી : સરકારનું હવે પછીનું પગલું શું હશે? બિહાર ચૂંટણી પહેલાં વિપક્ષનો મોટો મુદ્દો છીનવાયો : કેન્દ્ર સરકારે વસ્તી ગણતરીની સાથે સાથે જાતિ ગણતરીને પણ મંજૂરી આપી : આઝાદી પછી પ્રથમ વખત જાતિ આધારિત વસ્તી ગણતરી થશે : વિપક્ષ આને પોતાની જીત ગણાવી રહ્યું છે, જ્યારે ભાજપનું કહેવું છે કે જાતિ ગણતરી પ્રથમ વખત થવા જઈ રહી છે9:23 PM IST
'તું ચાઇલ્ડ પોર્ન જોઈ રહ્યો છે', ક્રાઇમ બ્રાન્ચ અધિકારી બનીને ફોન પર ધમકી આપનાર આઝાદ ખાનની ધરપકડ : આરોપી અજાણ્યા નંબરો પર ફોન કરીને કહેતો હતો કે તમે પોર્ન વેબસાઇટ પર ચાઇલ્ડ પોર્ન જોઈ રહ્યા છો. તમારી સામે ગુનો નોંધાયો છે ,ધરપકડ વોરંટ જારી કરાયું છે. જે લોકો તેની ધમકીઓથી ડરી જતા હતા, તેઓને તે ડિજિટલી ધરપકડ કરતો રૂપિયા પડાવતો 9:38 PM IST
મેમાં ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાનની આગાહી : IMDનું અનુમાન : રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ગંગાના પશ્ચિમ બંગાળમાં હીટવેવના દિવસો વધુ રહેવાની શક્યતા : ગુજરાત, ઓડિશા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેશે9:54 PM IST
૨૦૨૫માં સૌથી વધુ સંપત્તિ મેળવનારા ટોચના ૧૦ અબજોપતિઓ: યાદીમાં ફક્ત ૧ ભારતીય : નંબર 1 પર વોરેન બફેટ : બીજા નંબરે ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ: 7માં ક્રમે મુકેશ અંબાણી : પત્તિમાં વધારો 2025 ની શરૂઆતમાં વૈશ્વિક બજારોની મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે અને આર્થિક શક્તિના બદલાતા ભૂગોળને પ્રકાશિત કરે છે10:12 PM IST
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી. આર.પાટિલે જલજ પ્રોજેક્ટની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા કરી : નદી સંરક્ષણ અને આજીવિકા નિર્માણ માટે એક નવો માર્ગ ચીંધ્યો : સંરક્ષણની સાથે સાથે જલજનો ઉદ્દેશ આર્થિક તકો ઊભી કરવાનો અને નદી કાયાકલ્પના પ્રયાસોમાં સમુદાયની ભાગીદારી વધારવા પ્રોજેક્ટનો હેતુ છેઃ11:51 PM IST
સુપ્રીમ કોર્ટ જુલાઈમાં આમ્રપાલી ગ્રુપ કેસમાં અરજીઓ પર સુનાવણી કરશે : ઘર ખરીદનારાઓ માટે રાહતની ધારણા : હવે CJI દ્વારા રચાયેલી નવી બેન્ચ આ કેસની સુનાવણી કરશે. ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદી અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે કહ્યું કે તે આ મામલાનો ઉકેલ લાવવા માંગે છે કારણ કે તે અનિશ્ચિત સમય માટે ચાલી શકે નહીં1:04 AM IST
.jpg)
આક્રોશ....
.jpg)
આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ
.jpg)
બરફની ચાદર
.jpg)
વિરોધ રેલી....
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યનો કોઇ પણ વિસ્તાર સર્વગ્રાહી વિકાસથી વંચિત ના રહે તેવું સુદ્રઢ આયોજન વડાપ્રધાનના દિશાનિર્દેશમાં કરાયું : ગુજરાત ગૌરવ દિવસ-૨૦૨૫ - રાજ્ય ઉત્સવ ગોધરા-પંચમહાલ : ગુજરાત ગૌરવ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંચમહાલ જિલ્લાને રૂ.૬૪૪.૭૨ કરોડના વિકાસકામોની ધરી ભેટ : ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ બાદ થયેલા વિકાસ અને તે પૂર્વેના વિકાસ વચ્ચેનું અંતર આજે સ્પષ્ટ જોઇ શકાય છે,ગરવા ગુજરાતીઓ ઉન્નત મસ્તકે ગર્વપૂર્વક કહી શકે એ પ્રકારે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં વિકાસના નવા સિમાચિન્હો સ્થાપિત કર્યા છે : મુખ્યમંત્રી4:15 PM IST
સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સામૂહિક આત્મહત્યાના કેસમાં નવો વળાંક: HDFC બેંકના એજન્ટ ભદ્રરાજસિંહ ચૌહાણની ધરપકડ : બીજો આરોપી અંકિત પટેલ હજુ ફરાર : દેવાના કારણે પરિવારે ઝેર પીધું હોવાનો ખુલાસો થયો હતો પરિવારમાં 5 લોકોના મોત થતા 18 દિવસમાં પરિવારનો માળો વિખેરાયો હતો ,ઘટનામાં માતા-પિતા સહિત 3 સંતાનોના થયા મોત થયા હતા5:05 PM IST
ગ્રામ વિકાસ માટે સહકારિતા સૌથી અગત્યની પ્રવૃત્તિ છે : મુખ્યમંત્રી :પંચામૃત ડેરીમાં મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૨૮૫ કરોડના યુ.એચ.ટી. મિલ્ક પ્લાન્ટનું ખાતમુહૂર્ત : પંચામૃત ડેરીના નિયામક મંડળ સાથે બેઠક યોજતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વિશ્વકક્ષાના પ્રોસેસિંગ પ્લાન્ટથી દૂધ ઉત્પાદકો તથા ખેડૂતોની આવકમાં થશે વધારો :ગૌ સોર્ટ" ટેકનોલોજી: આત્મનિર્ભર ભારત'ની દિશામાં પંચામૃત ડેરીની નવતર પહેલ થઈ ગઈ છે. ગુજરાતના ૬૫માં સ્થાપના દિવસે પંચમહાલ3:57 PM IST
શનિવારથી ગરમીમાં ઘટાડોઃ મંગળ થી ગુરૂ કમોસમી વરસાદ : જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧ થી ૮ મે સુધીની આગાહી : આજે-કાલે તાપમાન ૪૨ થી ૪૪.૫, તા.૩-૪ મે ૪૦ થી ૪૩ અને તા.૫ થી ૮ મે ૩૮.૫ થી ૪૧.૫ ડીગ્રી રેન્જમાં રહેશેઃ શનિવારથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં રાત્રે અને વહેલી સવારે ભેજનું પ્રમાણ વધુ રહેશેઃ વાતાવરણ અસ્થિર બનશે ત્યારે ૪૦ થી ૫૦ કિ.મી.ની તોફાની ઝડપે પવન ફૂંકાશે3:01 PM IST
ખેડાના કનીજ ગામમાં નદીમાં ડૂબી જવાથી છ બાળકોના કરુણ મોત : મૃત્યુ પામેલા છ બાળકોમાંથી ચાર બાળકો અમદાવાદથી ઉનાળાનું વેકેશન માણવા મામાના ઘરે આવ્યા હતા : નવ બાળકો નદીમાં ન્હાતા હતા, જેમાંથી છ બાળકો નદીના પાણીમાં ડૂબી ગયા : મેશ્વો નદીમાં ન્હાવા ગયેલા બાળકોની ઘટનાએ ગામમાં ભારે શોકનો માહોલ સર્જ્યો8:32 AM IST
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી : મહાનગરપાલિકા દ્વારા બે દિવસમાં 4 હજારથી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા : પથ્થર ગનીવાલાએ ખડકી દીધેલા ગેરકાયદે બાંધકામો અને લેબર કોલોનીને દૂર કરીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી : સુરક્ષાના ભાગરુપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો4:31 PM IST
સ્પમેવહેલ માછલીની વોમિટ (એમ્બર ગ્રીસ)ની કિંમત કરોડો રૂપિયાની છે : આ અગાઉ રેન્જ આઇજી ગૌતમ પરમાર, જીલ્લા પોલીસ વડા હર્ષદ પટેલના માર્ગદર્શનમાં sog દ્વારા ૧.૬૫ ગ્રામ ઝડપાયેલ ત્યારે પણ તેની બજાર કિંમત ૧,૧૬,૫૦,૦૦૦. સતાવાર જાહેર થયેલ અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણ ટીન દ્વારા ૨.૯૪ ગ્રામ ઝડપાતા બે મોબાઇલ સહિત કુલ કિંમત ૨ કરોડ નેવું લાખ અને ૪૦ હજાર જાહેર કરવામાં આવી છે ચાઇનીઝ દવાઓ અને ખૂબ કીમતી પ્રકારના અતરમા વિગેરેમાં તેનો ઉપયોગ હોવાથી માફીયાઓ હેરફેરી કરવા ખૂબ ઉત્સુક રહેતા હોય છે જે શબ્દ સાંભળતા જ ઉબકા આવવા માંડે તેવી ઉલટીની (એમ્બર ગ્રીસ)ની કિંમત જાણી વિશ્વાસ પણ ન આવે. આમ છતાં આ હકીકત છે11:18 AM IST
લલ્લા બિહારીનો પુત્ર 5 દિવસના રિમાન્ડ પર :બે દાયકાના ખુલશે કાળા ચિઠ્ઠા ? : 43 ભાડાં કરાર અને 60 ભાડાં પહોંચ કબજે કરાઈ : છેલ્લા 20 વર્ષથી સરકારી જમીન ઉપર દબાણો કરી મકાનો, દુકાનો અને ગોડાઉનો ભાડે આપનાર પિતા-પુત્રએ કેટલી કમાણી કરી અને તેનું રોકાણ ક્યાં કરાયું તેમજ આ પૈસા ક્યાં મોકલાયા તે દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે.12:17 PM IST
ધોળકાની નગરપાલિકામાં ભાજપના 12 કાઉન્સિલરોએ એકસાથે આપ્યા રાજીનામા : પ્રમુખે 5000 રૂપિયાના ખર્ચની મર્યાદા સામે 15 લાખથી વધારેનો ખર્ચ એક વર્ષમાં કર્યો હોવાનો કાઉન્સીલરો દ્વારા દાવો : મારી પાસે રાજીનામાના ડોક્યુમેન્ટ કે કાઉન્સિલરો દ્રારા રાજીનામાં આપવા આવ્યા નથી : ધોળકા નગરપાલિકાના જવાબદાર અધિકારી ચીફ ઓફિસરનુ નિવેદન4:46 PM IST
ગુજરાત ગૌરવ દિવસ : પંચમહાલ જિલ્લો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ કરાયું : જિલ્લા પ્રભારી તથા શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, સાંસદ રાજપાલસિંહ જાદવ સહિતના ઉપસ્થિત4:09 PM IST
ગોંડલ કોઇની જાગીર નથી,જ્યારે ઇચ્છા થશે ત્યારે જઇશું, એક કારનો કાંચ તો ઠીક કાર્યકરની કોલર પણ ન પકડી શકે એવી તૈયારી હશે, ત્યાં કેવા કેવા પ્રકારના બે નંબરના ધંધા અને જોહુકમી ચાલે છે તે પુરાવા સાથે જણાવીશું : અલ્પેશ કથીરિયાનો હુંકાર : આ લડત કોઇ વ્યક્તિ માટે નથી. કોઇ વ્યક્તિની સામે પણ નથી. આ લડાઇ કોઇ સમાજ માટે પણ નથી અને કોઇ સમાજની સામે પણ નથી. આ લડાઇ કોઇ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી3:12 PM IST
૧ લી મે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત ગાથા 3:25 PM IST
કુવૈતી પરિવારના ઘરે રસોઈ કામ કરતા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મુસ્તકીમ ભઠીયારાએ પોતાની શેઠાણીની હત્યા કરતા કુવૈતમાં ફાંસી અપાઈ : વર્ષોથી વિદેશમાં કમાણી કરીને પરિવારને સારું જીવન આપવા પ્રયાસ કરતાં હતા પરંતુ શેઠાણીની હત્યા કરી હોવાનો આરોપ લાગતા તેમને ફાંસી આપવામાં આવતા : કપડવંજમાં ખૂબ જ ભાવુક માહોલમા દફનવિધિ 4:42 PM IST
કણભામાંથી દારૂનું ગોડાઉન ઝડપાયું : SMCએ પાડ્યો દરોડો : 67.69 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો : પોલીસને રેડ દરમિયાન 67.69 લાખની કિંમતની દારૂની 21,696 બોટલો મળી:ગોડાઉન ભાડે રાખનાર, દારૂ મોકલનાર વોન્ટેડ જાહેર :દારૂ મંગાવનાર રાજસ્થાનના પ્રવીણ બિશ્નોઈ વોન્ટેડ છે, મનોહર બિશ્નોઈ અને બીરબલ બિશ્નોઈને પણ વોન્ટેડ જાહેર12:05 PM IST
સ્વસ્થ સમાજના નિર્માણ માટે બાળકો, કિશોરીઓ તથા મહિલાઓને પોષણક્ષમ આહાર આપવા રાજ્ય સરકારનો નિર્ધાર : ભાનુબેન બાબરીયાની આગેવાનીમાં પોષણ પખવાડીયું ૨૦૨૫ની સફળ ઊજવણી : પોષણ વ્યસ્થાપન, તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન જેવા વિવિધ પાંચ ક્ષેત્રોમાં પોષણલક્ષી પ્રવૃત્તિઓ : ભારતભરમાં વર્ષ ૨૦૧૮થી શરૂ ૭ પોષણ માસ અને ૬ પોષણ પખવાડા દ્વારા, વિવિધ થીમ અંતર્ગત ૧૦૦ કરોડથી વધુ પોષણ-કેન્દ્રિત પ્રવૃત્તિઓ યોજાઈ : પોષણ પખવાડીયા ૨૦૨૫ અંતર્ગત રાજ્યભરમાં કુલ ૪૦.૮૩ લાખથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ3:45 PM IST
ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય ઉત્સવ – ગોધરામા :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત પોલીસ દ્વારા યોજાયેલ પોલીસ એક્સ્પો - ૨૦૨૫ની લીધી મુલાકાત: પોલીસ ફોર્સના આધુનિક શસ્ત્રોનું કર્યું નિરીક્ષણ : પોલીસ એક્સ્પો શસ્ત્ર પ્રદર્શનમાં ચેતક કમાન્ડો ફોર્સ દ્રારા નોનલીથલ વેપનથી માંડી ૧૦૦૦ મીટર સુધી મારક ક્ષમતા ધરાવતા આધુનિક હથિયારોનુ પ્રદર્શન કરવામાં આવ્યું 4:17 PM IST
પોપટપરાના બે ભાઇઓ અમિત, સુનિલના પગ ભાંગી નાંખ્યાઃ સોનાના ચેઇનની લૂંટ : માસીયાઇ ભાઇના લગ્નમાં હાજરી આપી કુવાડવથી પરત આવતાં હતાં ત્યારે બેડી ચોકડી મઢુલી હોટલ નજીક બનાવ : રાતે અઢી વાગ્યે બંને ભાઇ લઘુશંકા કરવા ઉભા રહ્યા ત્યારે ટુવ્હીલર પર આવેલા જાવલો, લખન, અશ્વીને પૈસા માંગ્યાઃ ના પાડતાં પાઇપથી તૂટી પડી સાડા ત્રણ તોલાનો ચેઇન લૂંટી ગયાનું કથનઃ પિતા કિશોરભાઇ સોલંકીને જાણ થતાં બંનેને હોસ્પિટલમાં ખસેડયા2:59 PM IST
રજપૂત મુમુક્ષુ હેત્વી પરમાર આત્મકલ્યાણ પંથેઃ તા.૮ ના પ્રવજયા : પૂ.પ્રશાંતમુર્તિ આ.દેવેશ શ્રીમદ વિજય તીર્થ ભદ્ર સુરિશ્વરજી મ.સા.,પૂ.પં.પ્ર.તીર્થરતી વિજયજી મ.સા., પૂ.પં.શ્રી તીર્થ રૂચી મ.સા.આ.ઠા., ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરજમુની મ.સા.તથા સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રા શ્રી પ્લોટ શ્વે.મુર્તિપુજક જૈન તપગચ્છ સંઘના આંગણે તા.૪ ને રવિવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોઃ ગુરૂવારના રોજ સવારે ૬:૩૦ વાગ્યાથી દિક્ષાનો મંગલ પ્રારંભ4:24 PM IST
બાપુનગરમાં હત્યાના ત્રણ આરોપી પૈકી સાહિલના શેઠ ઓટો પાર્ટસ વેપારી કમલેશભાઇનો ધમકીને લીધે આપઘાત : ઇશાન કાસમાણીની હત્યા થઇ ત્યારે સાહિલના પિતા સાથે મૃતકના સગાએ ડખ્ખો કરતાં કમલેશભાઇની મદદ મંગાઇ હતીઃ કમલેશભાઇને પણ મૃતકના સગાએ ધાકધમકી આપતાં ડરીને વિડીયો બનાવી આત્મહત્યા કરી લીધાનું સ્વજનોનું કથન : આઠ મહિના પહેલા જ કમલેશ સરેરીયા-પ્રજાપતિના લગ્ન થયા હતાં: પત્નિ રીમા માવતરેથી ફોન જોડતી હતી, રિસીવ ન થતાં સાસુને જાણ કરીઃ માતા રૂમમાં જોવા જતાં દિકરો લટકતો મળ્યોઃ વિડીયોમાં કોના કોના નામ? આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી3:47 PM IST
મોરબીના ખાખરાળામાં આશાસ્પદ યુવકની છરી ઝીંકી હત્યા : રાજકોટમાં અભ્યાસ કરતો અને જીપીએસસીની તૈયારી કરતો કિશન કરોતરા વેકેશન હોય ગામડે આવ્યો તોઃ હત્યાના કારણ અંગે તપાસનો ધમધમાટ હત્યારા સાગર ઉર્ફે મુળુ ડાંગરે બંદુક માંથી ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો પણ ગોળી નહીં છુટતા છરી સાથે તુટી પડયો11:37 AM IST
કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ઝાંખર રેકલેમેશન સ્કીમ રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કર્યું : રૂ.૭ કરોડ ૪૧લાખના ખર્ચે આ કામ થવાથી દરિયાનું ખારું પાણી જમીનતળમાં પ્રસરતું રોકી શકાશે : આજુબાજુના ૧૦ જેટલા ગામડાઓના ખેડૂતોને સિંચાઈનો વર્ષ દરમિયાન લાંબા સમય સુધી લાભ મળશે,સરકાર દ્વારા દરિયાનું ખારું પાણી જમીનમાં ફેલાતું અટકે તે માટે તથા વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે અનેક પગલા લેવામાં આવ્યા2:51 PM IST
અમરેલીના કણકોટની નિરાલી પર રેલનગરમાં માવતરના ઘર પાસે પતિ ધર્મેશનો છરીથી હુમલો : પંદર દિવસ પહેલા પતિ જ અહિ મુકી ગયો હતોઃ તે કામધંધો કરતો ન હોઇ સાસુએ ઠપકો આપતાં નીકળી ગયોઃ સાંજે પત્નિ દૂધ લેવા નીકળતાં તૂટી પડયોઃ પતિ ખોટી શંકા કરી હેરાન કરતો હોવાનો, કામધંધો નહિ કરતો હોવાનો આક્ષેપ : જતાં જતાં ધમકી દીધી કે રાજકોટમાં રહેવા નથી દેવી, ઘોબા ઉપાડી લેવા છે11:28 AM IST
પોરબંદરના વિવિધ પ્રાણ પ્રશ્નો સાડા ચાર દાયકાથી અડીખમ : પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વિકાસના નામે માત્ર વાણી વિલાસઃ રાજકીય નેતાઓના ખોટા આશ્વાસનોથી લોકો કંટાળી ગયા બંધ કાપડ મીલના કામદારો કે જેમાંથી કેટલાકના મૃત્યુ થયાં તેના પરિવારજનોને લહેણી રકમ મળે તે જરૂરીઃ શહેરના બંધ ૩ મોટા ઉદ્યોગોને પુનઃ જીવંત કરવા પ્રયાસો હાથ ધરાતા નથીઃ ૧૦૦ વર્ષ જુની મીડલ સ્કુલ પુનઃ શરૂ કરાવવામાં આડે રાજકીય વિધ્ન ૧૯૬૦ સુધી રેલ્વેના ફલેગ બોર્ડમાં પોરબંદરનું નામ સુદામાપુરી હતું જે નામ સત્તાવાર જાહેર કરી પોરબંદરની જુની ઓળખ જીવંત બનાવવાની જરૂર બંદર ઉપર વર્ષો જુની ડોક યાર્ડ ક્રેઇનને પુનઃ શરૂ કરવા મંજુરી બાદ વર્ગધારીઓની મીઠી નજર હેઠળ રેલ્વે ટ્રેક ઉપર જુના દબાણો હટાવાતા નથી બારમાસી બંદરને ડાર્ક ઝોનમાંથી બહાર લાવીને વિકાસની ગતિ આપવાની જરૂરઃ ફ્રી પોર્ટ બનાવવાનું વચન હજુ હવામાં ? વર્ષો પહેલા બંધ થયેલી ગરીબ-મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન હદયરોગની હોસ્પિટલને પુનઃ જીવંત કરવા સરકાર જાગશે..?: પછાત વર્ગ માટે ઉપયોગી : ગાયવાડી ડીસ્પેન્સરી રીનોવેશન નામે ઝુંટવાઇ ગઇ2:08 PM IST
'તમે આર. અશ્વિનને બેન્ચ પર બેસવા માટે 10 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી...': હરભજન સિંહ દ્વારા સીએસકેની ટીકા : જો નૂર અહમદ, અશ્વિન અને જાડેજા પંજાબ કિંગ્સ સામે સાથે રમ્યા હોત, તો ચેન્નાઈ સુપર કિંગ્સ ટર્નિંગ પીચ પર મેચ જીતી શકી હોત. ટીમમાં પસંદ ન થવાનું કારણ તેની કોઈની સાથેની લડાઈ હોઈ શકે!: હરભજન સિંહ7:50 PM IST
મહિલા T20 વર્લ્ડ કપ 2026: ફાઇનલ ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર રમાશે: ટુર્નામેન્ટ 12 જૂનથી 5 જુલાઈ 2026 સુધી, 12 ટીમો ભાગ લેશે. : રસપ્રદ વાત એ છે કે, લોર્ડ્સનું મેદાન ઇંગ્લેન્ડ માટે ભાગ્યશાળી રહ્યું છે - ઇંગ્લેન્ડની ટીમે 2017 અને 2019 માં અહીં કપ જીત્યું છે. હવે જ્યારે 2026 માં પણ અહીં જ ફાઇનલ રમાશે, શું ઇંગ્લેન્ડની મહિલા ટીમ ફરી ટાઇટલ જીતશે? હવે બધાની નજર તેના પર5:12 PM IST
આઈપીએલમા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો : યુવા સ્પિનર વિગ્નેશ પુથુર ઈજાને કારણે બાકીની સિઝનમાંથી બહાર થઈ ગયો : મેનેજમેન્ટે વિગ્નેશના સ્થાને પંજાબના રઘુ શર્માને ટીમમાં તક આપી : રઘુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 મેચમાં 19.59 ની એવરેજથી 57 વિકેટ લીધી છે, તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 56 રન આપીને સાત વિકેટ રહ્યું છે રઘુએ 9 લિસ્ટ A મેચોમાં 14 વિકેટ જ્યારે ત્રણ T20 મેચોમાં ત્રણ વિકેટ ઝડપી છે. મુંબ3:58 PM IST
ગ્લેન મેક્સવેલ આંગળીની ઇજાને કારણે IPL 2025 ની બાકીની સીઝનમાંથી બહાર : જોકે પંજાબ કિંગ્સે હજુ સુધી મેક્સવેલ માટે કોઈ રિપ્લેસમેન્ટ માંગ્યું નથી.: 4.2 કરોડ રૂ.માં ખરીદાયેલ 36 વર્ષીય કાંગારું ખેલાડી તેની પ્રતિષ્ઠા પ્રમાણે રમી શક્યો નથી: છ ઇનિંગ્સમાં 8 ની સરેરાશ અને 97.95 ના સ્ટ્રાઇક રેટથી માત્ર 48 રન બનાવ્યા, બોલિંગ પ્રમાણમાં સારી રહી હતી4:27 PM IST

























































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
































































































































































































































