<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ મહામંત્રી-સમસ્ત બ્રહમ સમાજ રાજકોટના અગ્રણી ધીરૂભાઈ મહેતાનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૬ :  રાજ રાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના મહામંત્રી,બ્રમસંગમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી,રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ મહામંત્રી અને સમસ્ત બ્રહમ સમાજ રાજકોટના અગ્રણી ધીરૂભાઈ વિઠ્ઠલભાઈ મહેતાનો આજે જન્મ દિવસ છે.જન્મદિવસ નિમિત્તે ખુશાલી ભેટ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘને અપૅણ કરેલ છે.

              ધીરૂભાઈ વિઠ્ઠલભાઈ મહેતા રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના મહામંત્રી તથા બ્રમસંગમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના મહામંત્રી તરીકે દીધૅ કાલીન  સેવાનું યોગદાન આપી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિને ઓબીસીમાં લાવવા માટે સર્વેની કામગીરી વખતે પૂવૅ પ્રમુખ ભીખુભાઈ હરીભાઈ જોષી તથા પૂવૅ પ્રમુખ ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરુના માગૅદશૅન પ્રમાણે અથાક પરિશ્રમ કરીને જ્ઞાતિ સેવાનું યોગદાન આપેલ છે. 

        તેમજ પૂ. મણીમા કન્યા સંસ્કાર કેન્દ્ર રાજકોટ નિમાૅણ કાયૅમાં તથા સંજયભાઈ લક્ષ્મણભાઈ રાજગુરુ રાજગોર બ્રાહ્મણ વિધાર્થી ભૂવન રાજકોટના પુન:નિમાૅણ કાયૅમા તથા ધીરજલાલ લક્ષ્મણભાઈ તેરૈયા રાજગોર બ્રાહ્મણ વિધાર્થી ભૂવન અમદાવાદના નિમાૅણ કાયૅમા મોટું આર્થિક યોગદાન છે તેમજ  રાજકોટ સમસ્ત બ્રહમ સમાજમાં પણ સેવા રહેલી છે  તથા અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા જ્ઞાતિ સેવક ધીરૂભાઈ વિઠ્ઠલભાઈ મહેતાના જન્મદિવસ નિમિત્તે તેમનું જીવન સુખમય આરોગ્યપ્રદ અને આનંદપ્રિય રહે અને તેમને જ્ઞાતિ સેવા કરવાની ખૂબ શકિત આપે એવી ઈષ્ટદેવ રાજેશ્વર દાદા ને હ્દય પૂર્વકની પ્રાર્થના સહ જન્મદિવસ નિમિત્તે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના હોદ્દેદારો સહિતના  (મો.નં.98252 16354) ઉપર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:39 PM IST)