<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

‘ભજન' એ ઈશ્‍વર સાથે થયેલો વાર્તાલાપ છેઃ નિરંજન પંડયા : પ્રખ્‍યાત ભજનિક-સંતવાણી કલાસાધક નિરંજનભાઇ પંડ્‍યાને યુકે ખાતે વર્લ્‍ડ બુક ઓફ રેકોર્ડ યુકે નો એવોર્ડ આપી સન્‍માનીત કરાયા : પૃથ્‍વી નહોતી ત્‍યારે પણ ભજન હતા અને હાલ ભજન છે એટલે પૃથ્‍વી ટકી છે : છેલ્‍લા ૫૫ વર્ષથી ભજન અને સંતવાણીને પોતાના હૈયે વસાવી, સંવાણીનો કંઠ આપી લોકોના હૃદય સુધી પહોંચાડનાર પ્રખ્‍યાત ભજનિક-સંતવાણી કલાસાધક શ્રી નિરંજનભાઇ પંડ્‍યાને પહેલા પણ લંડનમાં હાઉસ ઓફ કોમન્‍સ ખાતે ભજન રતન આપી સન્‍માનીત કરાયા હતા. : સંતોએ લખેલા ભજનોના શબ્‍દોથી હૈયું ભજન રંગે રંગાઇ ગયું જેને હું છોડી શકતો નથી અને છેલ્‍લા શ્વાસ સુધી છોડી શકીશ નહીં. * નિરંજનભાઇને ૫૦૦૦ ભજન કંઠસ્‍થ છે. આ બધાજ ભજની અંદર વેદ-ઉપનિષદ-શાત્રો-પુરાણોનો નિચોડ છે. * સૌરાષ્ટ્રમાં ભજન અને ભોજન જ મુખ્‍ય છે. સમય મળે ભજનને ટકાવી રાખજો અને બની શકે એટલું ભોજન પીરસજો. 2:49 PM IST

 મહાશિવરાત્રીના મેળાના પ્રારંભની પૂર્વ સંધ્‍યાએ હજારો શહેરીજનો ભવનાથમાં ઉમટી પડ્‍યા: જુઓ વિડીયો : ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી હજારો શિવભક્‍તો ભવનાથ મહાદેવ દાદાના દર્શને આવ્‍યાઃ બે કિલોમીટર લાંબી વાહનોની કતારો થતા પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્‍ટ કરાયું : મહાશિવરાત્રીના મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત સાડા ત્રણ કિલોમીટરનો માર્ગ સુશોભિત કરાતા ભાવિકોએ ભુપેન્‍દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી માર્ગદર્શનમાં થયેલા આયોજનને આવકાર્યુઃકલેક્‍ટર અનિલકુમાર રાણાવસિયા અને એસપી સુબોધ ઓડેદરા સહિતના અધિકારીઓએ મહાશિવરાત્રીના મેળામાં દસ -બાર લાખથી વધુ લોકોની વ્‍યવસ્‍થા જળવાય તે માટે અધિકારીઓને વિશેષ માર્ગદર્શન આપ્‍યું10:46 AM IST