News of Saturday, 12th September 2026
સિંચાઇ વિભાગના નિવૃત્ત કર્મચારી જયેન્દ્રભાઇ ભટ્ટનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૨ : સિંચાઇ વિભાગના નિવૃત્ત કર્મચારી જયેન્દ્ર આર. ભટ્ટનો કાલે તા. ૧૩ ના જન્મ દિવસ છે. સ્વ. રમણીકલાલ ડી. ભટ્ટ અને સ્વ. કમળાગૌરી આર. ભટ્ટના નાના પુત્ર એવા જયેન્દ્રભાઇએ ૧૯૮૦માં ના.કા.ઇ. સરીતા માપક પેટા વિભાગ રાજકોટ કચેરીમાં નિમણુંક પામ્યા બાદ ૧૯૮૫ માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં જુ. કલાર્ક તરીકે સેવા બજાવી હતી. છેલ્લા રાજકોટ સિંચાઇ વિભાગમાં ડ્રાફટમેન તરીકે નિવૃત્ત થયેલ. જિલ્લા પુસ્તકાલય રાજકોટમાં પણ સેવા આપી ચુકયા છે. કલા સંસ્કૃતિ અને સામાજીક સેવા સાથે સંકળાયેલા જયેન્દ્રભાઇ ભટ્ટ (મો.૯૭૩૭૮ ૨૮૭૪૨) આવતી કાલે યશસ્વી જીવનના ૭૦માં વર્ષમાં પ્રવેશ કરશે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
