<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

ધારાસભ્‍ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનો જન્‍મદિવસ

 

રાજકોટઃ ૭૧ રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભાના ધારાસભ્‍ય અને રાજ્‍યના પૂર્વ કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાનો આજે જન્‍મદિવસ છે. જનસંઘના આગેવાન એવા કોટડાસાંગાણી તાલુકાના અરકોઈ ગામના વતની માયાભાઈ જેઠાભાઈ રાઠોડ તથા અમરતબેનને ત્‍યાં રાજકોટ ખાતે ઞ છોન તા.૧૪/૦૯/૧૯૭૫ના રોજ જન્‍મ થયો હતો.  જેઓએ ધોરણ ૧ થી ૧૨ મહારાણી લક્ષ્મીબાઈ સ્‍કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ લીધું, ત્‍યારબાદ કણસાગરા મહિલા કોલેજમાંથી બેચરલ ઓફ આર્ટસનુ શિક્ષણ પૂરું કર્યું. જેઓના લગ્ન રાજકોટના પૂર્વ ધારાસભ્‍ય અને જનસંઘના આગેવાન એવા માધુભાઈ બાબરિયાના પુત્ર એડવોકેટ મનોહર બાબરીયા સાથે થયા. પોતાના લગ્ન બાદ મહાત્‍મા ગાંધીજીની જન્‍મ ભૂમિ એવા પોરબંદરની માધવાણી લો કોલેજમાંથી સેકન્‍ડ એલ.એલ.બી. સુધીનો અભ્‍યાસ કરેલ છે. ગુજરાતની ભૂપેન્‍દ્રભાઈની સરકારમાં ૨૦૨૨ થી ૨૦૨૫ સુધી એક માત્ર મહિલા કેબિનેટ મંત્રી તરીકે મહિલા બાળ વિકાસ અને સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગમાં સેવાઓ આપેલ છે.ગુજરાત પ્રદેશ ભા.જ.૫.માં વર્ષ ૨૦૦૯ થી કારોબારી સભ્‍ય તરીકે હાલ પણ સેવા ચાલુ છે. ભા.જ.૫. અનુસુચિત જાતિ મોરચો, નવી દિલ્‍હી ખાતે રાષ્ટ્રીય મંત્રી તરીકે સેવાઓ પણ આપેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧ માં કોર્પોરેટર તરીકે તેઓને જન્‍મદિને સેવા આપેલ છે. તે ઓને જન્‍મદિને ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્‍યના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પત્ર અને ફોન દ્વારા જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવી છે (મો. ૯૮ર૪૫ ૦૦૫૦૫).

(3:49 PM IST)