News of Wednesday, 16th September 2026
ઉત્સવ ગ્રુપના પ્રમુખ દિનેશ વિરાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેરમાં છેલ્લા ત્રણ દાયકાથી નાટય અને મ્યુઝિકલ ક્ષેત્રે વિવિધ આયોજનો કરી સમાજમાં સારી ચાહના મેળવનાર અને ઉત્સવ ગ્રુપના પ્રમુખ દિનેશ વિરાણીનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ફિલ્મસ્ટારોને પણ રાજકોટનાં આંગણે લાવી ચૂકયા છે. દર વર્ષે સિનિયર સિટીઝન્સને વિનામૂલ્યે હરિદ્વારના યાત્રા પ્રવાસ સાથે વિવિધ સાંસ્કળતિક સ્પર્ધાનું પણ આયોજન તેમના નેજા હેઠળ થાય છે. ઉત્સવ ગ્રુપના સભ્યો મિત્રો માટે મુંબઈના નાટકો, સુંદર મ્યુઝિકલ ઈવેન્ટ સાથે મનોરંજન કાર્યક્રમ દર માસે એક આયોજન કરી ને સભ્યોને મનોરંજન કરાવી રહ્યા છે. તેઓ પોતે પણ એક નાટય કલાકાર છે. તેઓએ કિશોરકુમાર, અશોકકુમારની નાટય એકેડમીમાં તાલીમ પણ લીધેલી છે. આજે જન્મદિવસ અવસરે ક્લબ, મંડળ, એસોસિએશન, વિવિધ ગ્રુપો સાથે મિત્ર મંડળ વર્તુળ તેમને તેમના મો. ૯૯૦૪૦ ૯૩૦૩૯ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
