<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

નિષ્ઠા અને પ્રતિષ્ઠાના ધબકાર તુષાર ધોળકિયાનો જન્‍મદિન

 

રાજકોટ :.. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્‍યક્ષ  શ્રી તુષાર ધોળકિયા માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડ્‍યો છે. આજે તેમણે નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી ઝબકતા અને ધબકતા જીવનના ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તુષાર ધોળકિયા મૂળ સિવિલ એન્‍જિનિયર અને ૨૦૦૯ ની બેચના આઈ.એ.એસ.કેડરના અધિકારી છે. ભૂતકાળમાં રાજકોટમાં સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેર તરીકે રહી ચૂકયા છે. સૌરાષ્‍ટ્રના  ૧૧૫ ડેમોને નર્મદાના પાણીથી ભરવાની અત્‍યંત મહત્‍વની સૌની યોજનાના પાયાના પુરુષાર્થી છે. ઉપરાંત રાજ્‍યમાં આદિજાતિ વિકાસ કમિશનર પાણી પુરવઠા બોર્ડમાં સભ્‍ય સચિવ  નાગરિક પુરવઠા નિયામક વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. હાલ પંચાયત સેવા પસંદગી બોર્ડનો વધારાનો હવાલો પણ તેમના હસ્‍તક છે  .સરકારી ભરતીની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ સમયસર અને ન્‍યાયિક રીતે યોજવા તેમણે યશસ્‍વી કામગીરી કરી છે. આજે ૧૮ સપ્‍ટેમ્‍બરે તેમના પર જન્‍મદિનની શુભેચ્‍છા અનરાધાર વરસી રહી છે.  મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૦૮૦૫૫ ગાંધીનગર

(11:00 AM IST)