News of Monday, 21st September 2026
અકિલાના સુરેન્દ્રનગરના ખબરપત્રી અંજુમનબેન ચૌહાણનો જન્મ દિવસ

વઢવાણ તા.૨૧ ‘અકિલા'ના સુરેન્દ્રનગરના ખબરપત્રી અંજુમનબેન ચૌહાણનો આજે જન્મદિવસ છે. આજે તેમણે ૫૩મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ચૌહાણ પરિવારમાં હર્ષ અને ઉલ્લાસની લાગણી છવાઈ ગઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએથી સમાચાર એકત્રિત કરી અને તેનું સંપાદન કરી અકિલાને સદાય અગ્રેસર સ્થાન અપાવનાર અંજુમનબેન ચૌહાણે પોતાના જીવનને સંઘર્ષમય યાત્રા બનાવી છે.
આજના તેમના જન્મદિવસ અવસરે તેમના માતળશ્રી હાજિયાણી રસીદાબેન, પરિવારના વડીલ સમાન બાબુલાલભાઈ ચૌહાણ, ફારૂકભાઈ ચૌહાણ, ફજલભાઈ ચૌહાણ, શબનમબેન ચૌહાણ, પુત્રવધુ ફીઝાબેન ચૌહાણ તથા પરિવારના સૌના લાડકા અર્ષ સહિતના પરિવારજનોએ ખુદાતાલા પાસે દુઆ કરી હતી કે અંજુમનબેનનું આરોગ્ય સ્વસ્થ અને નીરોગી રહે.
આજે વહેલી સવારથી જ તેમના પર શુભકામનાઓના મેસેજ અને ટેલિફોનિક શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. આ તકે અકિલા પરિવાર દ્વારા પણ તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
