News of Tuesday, 22nd September 2026
પોરબંદરના ભરતભાઇ લાખાણીનો જન્મદિવસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. રર :.. એડવોકેટ ભરતભાઇ લાખાણીના આજે જન્મદિન છે.
અનેક ચકચારી કેસોમાં એડવોકેટ તરીકે રોકાઇને એડવોકેટ પરિવારમાં મોટી ચાહના મેળવનાર એડવોકેટ ભરતભાઇ લાખાણી કે જેઓ પાંચ પેઢીથી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને નથુરામ શર્મા જેવા સંત દ્વારા પણ પોતાની જીવન ગાથામાં ગોવિંદજીભાઇ ડાયાભાઇ લાખાણી પરિવારનો ઉલ્લેખ કરેલો હોય અને તેને ગુરૂદેવ તરીકે માને છે.
ઉમદા વ્યકિતત્વ ધરાવતા અને સરળ અને સહજ સ્વભાવ ધરાવતા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં પણ કો-ઓપ્ટ મેમ્બર તરીકે નિમણુંક પામેલા છે.
એડવોકેટ ભરતભાઇ લાખાણીના આજે જન્મ દિવસે તેના બહોળા મિત્ર સર્કલ દ્વારા તેના પ્રત્યે તેના મો. નં. ૯૮રપ૦ ૧૩૬૭૮ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
