News of Friday, 25th September 2026
ભાજપ હ્યુમન રાઇટસ સેલના એડવોકેટ નોટરી મયુર ભટ્ટનો જન્મદિવસ

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટીના હ્યુમન રાઇટસ સેલના રાજકોટ શહેર કારોબારી સભ્ય એવા એડવોકેટ મયુરકુમાર દિલીપકુમાર ભટ્ટ જે મુળ ગામ- બગથળા તા. જી મોરબીના વતની છે.તેઓએ રાજકોટમાં મહાત્મા ગાંધી સ્કૂલ, સૌરાષ્ટ્ર યુનિ.માં ગ્રેજ્યુશન તેમજ એલ.એલ.બી સુધી અભ્યાસ કરી વકીલાત શરૂઆત કરેલ, ૨૦૨૫માં ભારત સરકારના કાયદા વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં નોટરી તરીકે નિમણુક થયેલ છે. ૧૯૯૮ થી ભાજપમાં બુથના નાનામાં નાના કાર્યકરથી, બુથ પ્રમુખ, બુથ વાલી,ની જવાબદારી પણ નિભાવેલ અને હાલ રાજકોટ શહેર હ્યુમન રાઇટસ સેલના કારોબારી સભ્ય, રાજકોટ બાર એસોસિએશન સભ્ય, રાજકોટ લીગલ સેલના સભ્ય, ઈલેકશન સેલના સભ્ય તરીકે ૨૦૦૫થી કોર્પોરેટર, ધારાસભ્યો, સાંસદ સભ્યોના ફોર્મ ભરવાની જેવી અનેક જવાબદારી નિભાવી રહયા છે. એનીમલ હેલ્પલાઇન, કરૂણા ફાઉન્ડેશન, અસ્મિતા ફાઉન્ડેશન, અભિનવ સોશ્યલ ગ્રુપ, સેતુબંધ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા છે. પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય, ભુદેવસેવા સમિતિના સભ્ય, મોરબી, વાંકાનેર સત્તર તાલુકા બ્રહ્મસમાજના સભ્ય. સમસ્ત બ્રહ્મસમાજના સભ્ય, તરીકે કાર્યરત છે. શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવેના દવેના જુનિયર તરીકે કામગીરી કરી રહ્યા છે. આજે તેમના જન્મદિને તેમના મો.૯૮૨૫૪ ૩૦૩૩૪ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
