News of Monday, 28th September 2026
સ્ટેચ્યુ ઓફ યુનિટિના અધિક કલેકટર એન.એન. માધુનો જન્મદિન

રાજકોટઃ સ્ટેચ્યુ ઓફ યુનિટિના અધિક કલેકટર શ્રી એન.એન. માધુનો જન્મ તા.૨૮ સપ્ટેમ્બર ૧૯૬૮ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. શ્રી એન.એન. માધુ મૂળ મહિસાગર જિલ્લાના લુણાવાડા પંથકના વતની છે. ભૂતકાળમાં મુંદ્રા (કચ્છ)માં પ્રાંત અધિકારી, ભાવનગરમાં ડે.ડી.ડી.ઓ., વડોદરામાં પ્રોટોકોલના નાયબ કલેકટર, રાજયમાં સંયુકત શિક્ષણ કમિશનર વગેરે સ્થાનો પર રહી ચુકયા છે. પર્યાવરણ ક્ષેત્રે બી.ઇ.ની પદવી ધરાવે છે.મો. ૭૬૦૦૧ ૫૦૦૮૦ રાજપીપળા.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
