<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

આજે સુરતના અભૂતપૂર્વ ડીસીપી ભાવેશ રોજિયાનો જન્‍મદિવસ...

ઇન્‍ટરનેશનલ નેટવર્ક, કરોડોનું ડ્રગ્‍સ પકડવા બદલ આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપી સરકારે કામગીરી પર મોહર મારી છે...

રાજકોટ, તા.૩૦: રાજ્‍ય પોલિસ તંત્રના ગૌરવરૂપ એવા સુરત ક્રાઇમ બ્રાન્‍ચના નાયબ પોલિસ કમિશનરનો આજે જન્‍મ દિવસ છે, મોટો શુભેચ્‍છક વર્ગ ધરાવતા આ અધિકારી પર અભિનંદન અપરંપાર વર્ષી રહ્યા છે.

ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્‍ચના કાર્યકાળ દરમિયાન દેશની યુવા પેઢીને ખોખલી કરતા ડ્રગ્‍સના દુષણ સામે જાનના જોખમેં કરોડોનું ગુજરાતના ઇતિહાસનું સહુથી મોટુ ડ્રગ્‍સ પકડવામાં મહત્‍વની ભૂમિકા ભજવનાર આ અધિકારી નેશનલ, ઇન્‍ટરનેશનલ મોટુ નેટ વર્ક ધરાવે છે, અનેક ગેંગ સ્‍ટરો, વોન્‍ટેડ ગુનેગારોને ઝડપવા બદલ રાજ્‍ય સરકારે આઉટ  ઓફ ટર્ન પ્રમોશન આપેલ છે, જે તેમની કામગીરીનો જીવતો  જાગતો પુરાવો છે.

(3:19 PM IST)