News of Friday, 2nd October 2026
સ્વસ્તિક એજન્સીના જીતેન્દ્ર દેવાણીનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટ : સ્વસ્તિક એજન્સીના નામે હર્બલ પ્રોડક્ટ્સના વ્યવસાયી અને સેવાભાવી શ્રી જીતેન્દ્રભાઈ દેવાણીનો કાલે તા. ૩ના જન્મદિવસ છે. તેઓએ છેલ્લા ૨૫ વર્ષથી હાથલા થોરનું જ્યુસ, એલોવેરા જેલ, સરગવાનો પાવડર, ઘઉંના જ્વારા સહિત વિવિધ આરોગ્યવર્ધક ઉત્પાદનોના હોલસેલ તથા રિટેલ વેચાણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. હર્બલ ક્ષેત્રે ઉંડુ જ્ઞાન ધરાવે છે. સ્વદેશી અપનાવો, દેશ બચાવોના વિચારને તેઓ પોતાના કાર્ય દ્વારા સાર્થક કરી રહ્યા છે. જન્મદિનની પૂર્વસંધ્યાએ જ તેમને દેવાણી પરિવાર, મણિયાર પરિવાર અને સંઘાણી પરિવાર તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. મો. ૯૭૨૫૬૨૭૨૪૫
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
