News of Friday, 2nd October 2026
જાણીતા નેફ્રોલોજિસ્ટ ડો.સંજય પંડયાના ઓનલાઇન કોર્સનો રવિવારે માસ્ટરકલાસ

રાજકોટ, તા. રઃ રાજકોટ માટે ગૌરવની વાત છે કે વરિષ્ટ કિડની નિષ્ણાત (નેફ્રોલોજિસ્ટ) ડો. સંજય પંડયા દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઇન શૈક્ષણિક અભ્યાસક્રમમાં ૩૦ થી વધુ દેશોના ૧૦,૦૦૦ થી વધુ ડોકટરોની નોંધણી થઇ છે અને તબીબોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.
આ અભ્યાસક્રમનો ગ્રેન્ડ ફિનાલે અને અંતિમ માસ્ટરકલાસ રવિવાર ૪ ઓકટોબર ર૦ર૬ ના બપોરે રઃ૩૦ વાગ્યાથી ઓનલાઇન યોજાશે. આ છેલ્લા લેકચરમાં અગાઉના સમગ્ર કોર્ષના રોજિંદી કિલનિકલ પ્રેકિટસમાં ઉપયોગી મુખ્ય મુદાઓ આવરી લેવાશે. આ વિષય તમામ તબીબી શાખાના ડોકટરો માટે ખુબજ ઉપયોગી છે અને તેમાં ભાગ લેવો નિઃશુલ્ક છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
