<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

મીડિયા માર્કેટિંગ નિષ્‍ણાત કેયુર શાહનો આજે જન્‍મદિવસ

રાજકોટના જાણીતા પત્રકાર અને : પત્રકારત્‍વ, એડવર્ટાઇઝિંગ અને બ્રાન્‍ડિંગ ક્ષેત્રે ૨૪ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા કેયુર શાહ ૪૧ વર્ષ પૂર્ણ કરી ૪૨મા વર્ષમાં પ્રવેશ્‍યાઃ શુભેચ્‍છકો દ્વારા અભિનંદનવર્ષા

રાજકોટઃ શહેરના જાણીતા પત્રકાર અને મીડિયા માર્કેટિગ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા કેયુર શાહ આજે ૪૧ વર્ષ પૂર્ણ કરી ૪૨મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રવર્તુળ, સગાસંબંધીઓ, સહકર્મીઓ તથા શુભેચ્‍છકો દ્વારા તેમને શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે.

કેયુર શાહે વર્ષ ૨૦૦૨માં રાજકોટના અગ્રણી સાંધ્‍યદૈનિક ‘આજકાલ'થી પોતાની પત્રકારત્‍વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્‍યારબાદ તેમણે દિવ્‍ય ભાસ્‍કર  રાજકોટ તથા અમદાવાદ, સંદેશ  અમદાવાદ, ખાસખબર  રાજકોટ, વોઇસ ઓફ ડે  રાજકોટ તથા સમભાવ મીડિયા લિમિટેડ ગ્રુપ (VTV News) સહિતના અગ્રણી મીડિયા હાઉસ સાથે જોડાઈને પોતાની કાર્યકુશળતા અને આગવી કાર્યશૈલીથી વિશિષ્ટ સ્‍થાન બનાવ્‍યું છે.

છેલ્‍લા ૨૪ વર્ષથી સતત મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા કેયુર શાહે પત્રકારત્‍વ ઉપરાંત મીડિયા માર્કેટિગ, એડવર્ટાઇઝિગ, ડિજિટલ મીડિયા તથા બ્રાન્‍ડિંગ ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી કરી છે. પ્રિન્‍ટ અને ડિજિટલ મીડિયા પ્‍લેટફોર્મની ઊંડી સમજ સાથે તેમણે અનેક સફળ મીડિયા અને માર્કેટિગ પ્રોજેક્‍ટમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પોઝિટિવ અભિગમ, સર્જનાત્‍મક વિચારસરણી, મજબૂત સંવાદ કૌશલ્‍ય અને મીડિયા માર્કેટિગ સ્‍ટ્રેટેજી અંગેની ઊંડાણભરી સમજને કારણે કેયુર શાહે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના મીડિયા ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

તેમના જન્‍મદિવસ નિમિત્તે મિત્રો, સગાસંબંધીઓ, સહકર્મીઓ, જ્ઞાતિબંધુઓ અને પરિવારજનો સહિત શુભેચ્‍છકો દ્વારા તેમને સોશિયલ મીડિયા, ફોન મો. ૯૬૮૭૬ ૦૦૦૦૧ તથા રૂબરૂ મળી જન્‍મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

 

(3:50 PM IST)