<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ નો જન્‍મદિન

 

 રાજકોટઃસૌરાષ્‍ટ્રના સૌથી મોટા રાજકોટ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત શ્રી અનંદુ સુરેશ ગોવિંદનો જન્‍મ તા. ૭ ઓકટોબર ૧૯૯૩ ના દિવસે થયેલ. આજે ૩૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ કેરાલાના વતની અને ૨૦૧૯ ની બેંચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. શ્રી અનંદુ સુરેશ ગોવિંદ ભૂતકાળમાં ખેડામાં મદદનિશ કલેકટર અને દક્ષિણ ગુજરાતના વાંસદામાં ટ્રાઇબલ એરિયા સબ પ્‍લાનના પ્રોજેકટ વહીવટદાર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. તેઓ બી.ટેક. કેમીકલ એન્‍જિનિયરીંગની પદવી ધરાવે છે. ઉત્‍સાહી યુવા અધિકારી છે.  ફોન નં. ૦૨૮૧ ૨૪૭૭૦૦૮ મો. ૯૯૭૮૪ ૦૬૨૪૫, રાજકોટ

(10:51 AM IST)