<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

પ્રદેશ ભાજપના પીઢ આગેવાન અને સોૈરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના માર્ગદર્શક જીતુ મહેતાનો આવતીકાલે જન્‍મ દિવસ

તારીખ નહી પરંતુ તિથિ પ્રમાણે વિજ્‍યાદશમીના દિવસની ઉજવણી કરે છે

 

 

રાજકોટઃ તા.૧૯: પ્રદેશ ભાજપના પીઢ અગ્રણી અને સોૈરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના માર્ગદર્શક જીતુભાઇનો કાલે વિજ્‍યા દશમીના જન્‍મદિવસછે. યુવા વયેથી જ રાષ્‍ટ્ર ભાવના અને સમાજ ઉત્‍થાનના કાર્યના મંત્રને પોતાના જીવનમાં ઉતારી રાષ્‍ટ્રીય સ્‍વયંમ સેવક સંઘના વિચારો સાથે જોડાઈ ભારતીય જનતા પાર્ટી માં સક્રિય કાર્યકર્તા થી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી સ્‍વ.ચીમનભાઈ શુક્‍લના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી વટવળક્ષ બને તે માટે વિવિધ જવાબદારીઓ સંભાળી અવિરત સંઘર્ષ અનેક આંદોલનો અને અનેક યાતનાઓ સાથે સતત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન બને તે માટે સતત પ્રવાસો કરી પોતાનું સમગ્ર જીવન ભારતીય જનતા પાર્ટીમાં સમર્પિત કર્યું છે.

આવા લડાયક યુવાનને ચીમનભાઈ શુક્‍લ એ સૌ પ્રથમ વખત નેતાનું બિરુદ આપ્‍યું હતું અને પાર્ટીમાં પ્રદેશમાં તેમજ રાષ્‍ટ્રીય કક્ષાએ જવાબદારી સંભાળી યુવાનોનું નેતળત્‍વ કરવાની તક સાંપડી હતી અને યુવાનોને પણ તેઓ હંમેશા પ્રેરણા આપતા હતા કે પાર્ટીમાં પદ નહી પરંતુ કાર્યશૈલી થકી કદ મોટું થાય તે દિશામાં હંમેશા પ્રયત્‍નશીલ રહેવું જોઈએ તેમજ રાજકીય ક્ષેત્રની સાથો સાથ સામાજીક ક્ષેત્રે બ્રહ્મ સમાજને સંગઠિત કરવામાં તેઓનું મહત્‍વનું યોગદાન રહ્યું છે, પરશુરામ જયંતીની ઉજવણીમાં ભગવાન શ્રી પરશુરામજીની જન્‍મ જયંતિની ઉજવણી સૌરાષ્‍ટ્રમાં ધામધૂમથી ઉજવાય તે માટે તેઓ સતત સક્રિય છે તેમજ શહેરના સ્‍વયંભૂ રામનાથ મહાદેવના પરમ ભક્‍ત અને રામનાથ મંદિરનો વિકાસ થાય તે માટે તેઓ સહયોગી બનતા રહે છે તેમજ રામમંદિર ભુમી પુજન સમયે અયોધ્‍યામાં કાર સેવા, અડવાણીજી ના નેતળત્‍વમાં નિકળેલ સુરક્ષા યાત્રા તેમજ દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં નિકળેલ વિવેકાનંદજીની ૧૫૦મી જન્‍મ જયંતી અંતર્ગત નિકળેલ વિવેકાનંદ યાત્રામાં યાત્રાના પ્રબંધક તરીકે રહી સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાં નરેન્‍દ્રભાઈ મોદીની સતત સાથે રહી યાત્રાને સફળ બનાવવામાં મહત્‍વનું યોગદાન રહ્યું હતું.

જીતુભાઈ મહેતા (મો. ૯૪૨૬૨ ૫૦૭૧૧) હંમેશા પ્રાચીન સંસ્કૃતિને અગ્રતા આપવામાં માની રહ્ના છે ત્યારે તેઓનો જન્મ દિવસ અંગ્રેજી તારીખ પ્રમાણે નહી પરંતુ હિન્દુ તિથિ પ્રમાણે ઍટલે કે, વિજયાદશમી (દશેરા) ના દિવસે મનાવી રહ્ના છે ત્યારે આ વર્ષે પણ આવતીકાલે વિજયાદશમી ઍટલે કે, દશેરાના દિવસે પોતાના પરિવારજનો, રાજકીય તેમજ સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ સાથે પોતાના નિવાસ સ્થાને ગ્રહ શાંતિ, ગાયત્રી યજ્ઞ અને આધ્યશક્તિ માતાજીના યજ્ઞ અને પરશુરામજીનું શસ્ત્ર ઍવુ ફરસી પૂજન અર્ચન કરી સવારે ૧૦ થી ૧૨ જન્મ દિવસની શુભેચ્છાની આપ લે કરશે.(૪૧.૪)

(11:20 AM IST)