તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 19th October 2026
ચલાલા ગાયત્રી સંસ્કારધામના વડા ડો. રતિદાદાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૯ : ગાયત્રી સંસ્કાર ધામના વડા અને યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રામના મેનેજિંગ ટ્રસ્ટી પ.પૂ. સંતશ્રી રતિવાદાનો આજે ૭રમી જન્મદિવસ છે. ચલાલા અને સમગ્ર વિસ્તારમાં સેવાની જ્યોત જગાવી હરએક લોકોના આશીર્વાદ લઇ દિલમાં સ્થાન મેળવ્યું છે, પ.પુ.સંતશ્રી ડો. રતિદાદા અનેકવિધ સેવાકીય પ્રવળત્તિઓ નિરંતર રૂપે ચાલી રહી છે. જેમાં આરોગ્ય, શિક્ષણ, માનવસેવા, પશુસેવા જેવી અનેકવિધ પ્રવળત્તિઓ કરી રહ્યું છે. આજે પૂ. દાદા ના સાંનિધ્યમાં પાંચ શાળાઓનું સફળ સંચાલન દ્વારા ૯૦૦ થી વધારે બાળકો અભ્યાસ કરી આગળ વધી રહ્યા છે. જેમના માટે ૧૯૦ ઉપરાંત નો સ્ટાફ ઉપલબ્ધ છે.
હોસ્પિટલ, ગૌશાળા, વળદ્ધાશ્રમ, અનાથ આશ્રમ, સમુહલગ્ન. એવોર્ડ, વળક્ષ વિતરણ ગરીબોને મીઠાઈ, કપડા, છાશ, ચપ્પલ, ધાબળા વગેરેનું વિતરણ કરે છે. આ સેવા થકી જેમને ડોક્ટરની પદવી પ્રાપ્ત થઈ છે.
એમના જીવનકાળમાં અનેક મહાન કાર્યો કર્યા છે. જેની નોંધ લઇ ગુજરાત સરકારે સેવા ક્ષેત્રમાં એવોર્ડ આપી રોપ્ય ચંદ્રક દ્વારા સન્માન કર્યું છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
