<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

નવી દિલ્હી ખાતે આગામી ૧૬ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન આયોજિત થનારી પ્રતિષ્ઠિત 'એઆઈ સમિટ' (AI Summit) માટે ભારત સરકાર દ્વારા વિશ્વના વિવિધ દેશોના વડાઓને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં સહભાગી થવા માટે ભારતે કુલ ૯ વડાપ્રધાનો, ૭ રાષ્ટ્રપતિઓ અને ૨ ઉપરાષ્ટ્રપતિઓને નિમંત્રણ આપ્યું છે. આમંત્રિત વડાપ્રધાનોની યાદીમાં આર્મેનિયા, ભૂટાન, ક્રોએશિયા, ફિનલેન્ડ, સ્પેન, ગ્રીસ, નેધરલેન્ડ, કઝાકિસ્તાન અને મોરેશિયસના વડાપ્રધાનોનો સમાવેશ થાય છે. જ્યારે રાષ્ટ્રપતિઓની યાદીમાં બ્રાઝિલ, એસ્ટોનિયા, સ્લોવાકિયા, શ્રીલંકા, ફ્રાન્સ, સર્બિયા અને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપ્રમુખોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગયાના અને સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિઓને પણ આ સમિટમાં જોડાવા માટે ભારત તરફથી આમંત્રણ મળ્યું છે. (ન્યૂઝફર્સ્ટ)8:34 PM IST

સ્વામી દયાનંદ સરસ્વતીનું સ્વભાષા, સ્વદેશી અને નારી ઉત્થાન માટે અનન્ય યોગદાન : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા'મહર્ષિ દયાનંદ સરસ્વતી' વિશેના અખિલ ભારતીય સંસ્કૃત સમારોહનો શુભારંભ કરાવ્યો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા મહર્ષિ દયાનંદ સરસ્વતી સંશોધન કેન્દ્ર સ્થાપવાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. ઉત્પલ જોશીની જાહેરાત : પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ભારતમાં અસ્થિ વિસર્જન કરવાની અંતિમ ઈચ્છા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પૂર્ણ થઈ : ગાંધીજીના ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે, ગોખલેજીના ગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા અને તેમના ગુરુ મહર્ષિ દયાનંદ સરસ્વતીજી હતા : મહર્ષિ દયાનંદ સરસ્વતી સંશોધન કેન્દ્રની આવશ્યક પ્રક્રિયાઓ માટે ગુજરાત સરકાર સહયોગ આપશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી4:43 PM IST

દૂરદર્શનનો પરિચિત ન્‍યૂઝ એન્‍કર સરલા મહેશ્વરીનું નિધન : ૧૯૭૬ થી ૨૦૦૫ સુધી દૂરદર્શનનો એક પરિચિત ચહેરો, મહેશ્વરીને ૧૯૮૦-૯૦ ના દાયકાના તેમના સમાચાર પ્રસારણ માટે વ્‍યાપકપણે યાદ કરવામાં આવતા હતા. ૧૨ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪ વાગ્‍યે નિગમ બોધ ઘાટ ખાતે અંતિમ સંસ્‍કાર * ઉદ્ધોષક તરીકે જોડાયા પછી પણ તેઓ દિલ્‍હી યુનિવર્સિટીમાં પણ ભણાવતા હતા. *તેમણેજ ભારતમાં એશિયાડના પ્રથમ રંગીન પ્રસારણનું સંચાલન કર્યું હતું. * પંજાબમાં આતંકવાદ દરમિયાન સમાચાર પ્રસારિત કરવા બદલ આતંકવાદીઓ દ્વારા તેણીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જ્‍યારે રાજીવ ગાંધીનું અવસાન થયું ત્‍યારે સરલા મહેશ્વરીએ દૂરદર્શન દ્વારા સમગ્ર રાષ્‍ટ્રને તેમના મળત્‍યુના સમાચાર આપ્‍યા હતા3:52 PM IST

ઘરેથી ભાગેલી ધોરણ-૧૦ની વિદ્યાર્થીનીને રાજકોટમાં લંપટ રિક્ષાચાલક સિકંદરનો ભેટોઃ વાંસામાં હાથ ફેરવી અડપલાઃ દિલ્‍હી જતાં રહેવા કહ્યું! : બાળાએ રાજકોટ આવી મિત્રને ફોન કરી પોતાની સાથે ભાગવાનું કહ્યું પણ મિત્ર ન આવતાં એસટી બસ સ્‍ટેશને પહોંચી, અહિ જંગલેશ્વરના સિકંદર નામના શખ્‍સે લીમડા ચોકથી ખાનગી બસની ટિકીટ લઇ દીધી, ફોન નંબરની આપ-લે કરીઃ નોકરીની લાલચ આપી સુરતને બદલે બીજા ગામે ઉતરવા સલાહ દીધી : બાળા લીમડા ચોકમાં રિક્ષામાં હતી ત્‍યારે જ કુટુંબીજનો આવતાં સિકંદરે બાળાના કહેવાથી રિક્ષા ભગાવીઃ પછી બાળાના કહેવાથી જ તેને રાવકી પાસે ઉતારીઃ હવે પછી ભાગવું હોય તો પોતાનો સંપર્ક કરવા કહ્યું: સિકંદરનો ઇરાદો શું હતો? પોક્‍સો હેઠળ ગુનો નોંધી એ-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી 2:54 PM IST

‘પુરાતત્‍વ મહારત્‍ન', પુરાતત્‍વવિદ પી.પી.પંડયાની આજે પૂણ્‍યતિથિ : ૩૯ વર્ષની આયુમાં પ્રાગૈતિહાસીક, આધ્‍ય ઐતિહાસીક અને ઐતિહાસીક સમયના ૨૦૦ ઉપરાંત સંશોધનો કરનાર એક વિરલ સંશોધક : અલ્‍પ સાધન, નાણા, ટેકનોલોજીથી જે કાર્ય તેમણે સંપન્ન કર્યુ તેની નોંધ લેવામાં આપણે ઉણા ઉભર્યા : પ્રવિણ કે. લહેરી : પી.પી. પંડયા વન મેન આર્કયોલોજી યુનિવર્સિટી હતા, તેમનો પરિચય પાઠય પુસ્‍તકોમાં સમાવિષ્‍ટ કરવો જોઇએઃ લલિત ખંભાયતા સોૈરાષ્‍ટ્રના પ્રાચીન સ્‍થાનોના ઇતિહાસના પોપડા ઉકેલવા અધુરા રહ્યા : કે.કા. શાષાી. અલ્‍પ આયુમાં એમણે ઘણી સિધ્‍ધિ પ્રાપ્‍ત કરેલી હતી.જે માટે તેઓ હંમેશા યાદ રહેશે : પ્રો.બી.બી.લાલ.10:59 AM IST

મહાશિવરાત્રીના મેળામાં પ્રથમવાર યોજાયેલી ડમરૂયાત્રા ઐતિહાસિક બની : નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત સહિત દેશભરના જુદા જુદા અખાડાઓના સાધુ સંતોના નેતળત્‍વમાં ડમરૂ યાત્રા બની અવિસ્‍મરણીયઃ લઘુકુંભ સમાન મહાશિવરાત્રીના ભવનાથ તળેટીમાં હર હર મહાદેવનો નાથ ગુંજયોઃ ડમરૂના નાદથી ભક્‍તિમય માહોલ સર્જાયો : નાયબ મુખ્‍યમંત્રીએ ગુજરાત સહિત દેશભરના પધારેલા સાધુ સંતોના આશીર્વાદ મેળવી અભિવાદન કર્યુઃ સાધુ સંતોએ પણ નાયબ મુખ્‍યમંત્રીશ્રીનુ અભિવાદન સન્‍માન કર્યું: શિવરાત્રીના મેળામાં પ્રથમવાર અલૌકિક વાતાવરણમાં ગુજરાત સહિત દેશભરના જુદા જુદા અખાડાઓના સાધુઓનો નગર પ્રવેશઃ ડમરૂ યાત્રામાં નાયબ મુખ્‍યમંત્રીશ્રી અને સાધુ સંતોનો જૂનાગઢ જિલ્લાના સર્વ સમાજની દીકરીઓએ માથે કળશ લઈ વધામણા કર્યાઃભવનાથ ખાતેથી હર હર મહાદેવનો નાદ દેશના ખૂણે ખૂણા સુધી પહોંચ્‍યો છેઃ હર્ષ સંઘવી 11:35 AM IST

‘રામપરા વન્‍યપ્રાણી અભ્‍યારણ્‍ય'માં ૧૦૦ પ્રજાતીના વન્‍યપ્રાણીઓનો વસવાટ : ચોમાસામાં હરિયાળી વનરાજી અને શિયાળામાં સોનેરી ઘાસથી ખીલી ઊઠતા : મોર, ખેરખટ્ટો, બ્રાહ્મણીમેના, બુલબુલ, દરજીડો, કુત્‍કી, સસેતર, લાવરી, સુગરી, શકકરા, ચીબરી સહિતના ૧૫૦ થી વધુ જાતનાં સ્‍થાનિક - યાયાવર પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠે છે અભ્‍યારણ્‍યઃ સિંહ, દીપડા, શિયાળ, વરૂ (નાર), ઝરખ, ચિંકારા, નીલગાય, સસલા સહિત ૨૦ થી વધુ જાતનાં સસ્‍તન વર્ગના પ્રાણીઓ અને અજગર, કોબ્રા (નાગ), વાઇપર, ધામણ, સાપ , કાચીડા મળીને ૧૫ થી વધુ જાતનાં સરિસળપો જોવા મળે છેઃ ભૂરી શંખાવલિ, ગુગળ, ખરખોડી, કેરડા, લોદરી, ખાખરો, વિકળો, સલાય જેવી ૪૦૦ જેટલી વનસ્‍પતિ - ઔષધિઓનો ખજાનોઃ સુકા પાનખર ઘાસનું કાંટાળુ જંગલ ગણાતા અભ્‍યારણ્‍યમાં શણિયાર, જીંજવો, ધરફ, કાગડું, રાતડ, લાપડા જેવી ઘાસની વિવિધતાઃ અલાયદા આકર્ષક પતંગિયાં પાર્કમાં ૧૦ થી વધુ જાતના કરોળિયા તથા રંગબેરંગી પતંગિયાં જૈવિક વૈવિધ્‍યમાં કરે છે ઉમેરોઃ વન્‍યપ્રાણી - પંખીઓના ખોરાક માટે ફળો અને છાયા આપે તેવા વળક્ષોનું વાવેતરઃ ચાલુ વર્ષે યોજાયેલી પ્રકળતિ શિક્ષણ શિબિરોમાં ૮૬૦વિધાર્થીઓ લાભાન્‍વિત11:34 AM IST