News of Wednesday, 21st October 2026
જસદણના પ્રભુ સદભાવના સેવા સમિતિ સભ્ય વિજયભાઇ રજપુતનો આજે જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૧: જસદણ શહેરમાં સેવાકાર્ય ક્ષેત્રે પ્રભુ સદભાવના સેવા સમિતિના સભ્ય અને સેવાશ્રુત તેમજ ધર્મિષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઈ નરસિહભાઈ રજપુતનો જન્મ ૨૨ ઓક્ટોબર ૧૯૬૭ના રોજ થયેલ વિજયભાઈ આજે તેમના યશસ્વી જીવનના ૬૦ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. બહોળો મિત્ર વર્તુળ ધરાવતા વિજયભાઈ નાનપણથી જ વિવિધ સેવાકીય અને ધાર્મિકપ્રવૃતિઓમાં અગ્રેસર રહી સારી એવી લોકચાહના હાંસલ કરી છે. વિજયભાઈ જસદણ શહેરની વિવિધ સામાજીક સંસ્થાઓ તેમજ તાત્કાલીક હનુમાન ચાલીસા મંડળ, ધુન મંડળ, સુંદરકાંડ મંડળ સાથે ધાર્મિક ભાવના અને સક્રિયતાથી જોડાયેલા છે. વિજયભાઈ નરસિહભાઈ રજપુતના જન્મદિન નિમિતે તેમના મોબાઈલ નંબર ૯૯૨૪૯ ૩૨૦૦૭ ઉપર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
