<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

 અકિલા ન્યુઝ : નવરાત્રીના પાવન પર્વની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે રાજકોટની સુપ્રસિદ્ધ 'અંબાજી કડવા પ્લોટ ગરબી મંડળ' દ્વારા છેલ્લા ૪૩ વર્ષથી પ્રાચીન ગરબાની ઉત્કૃષ્ટ પરંપરાને જાળવી રાખવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં બાળાઓ પરંપરાગત રાસ-ગરબાની પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. આ ગરબી મંડળમાં નવરાત્રી દરમિયાન રજૂ થતા કડતાલ રાસ, ગાગર રાસ (પૂજન રાસ), ટિપ્પણી રાસ અને મંજીરા રાસ જેવા પ્રાચીન રાસ નિહાળવા માટે દર વર્ષે ભક્તોનું વિશાળ જનમેદની ઉમટી પડે છે, જુઓ લાઈવ દ્રશ્યો અકિલા ડિજિટલ સાથે (કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા)10:44 PM IST

 અકિલા ન્યુઝ : રાજકોટની શિવ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીથી મૃત્યુ થયાનો પરિવારનો આક્ષેપ, 39વર્ષીય ઇલાબેન નેનાનું એનેસ્થેસિયા ના ઇન્જેક્શનના લીધે મૃત્યુ થયાનો પરિવારનો આક્ષેપ, એનેથેસિયાના ઇન્જેક્શન બાદ 5 જ મિનિટમાં દર્દી કોમામાં જતું રહ્યું, લિગામેન્ટનું ઓપરેશન કરાવવા માટે ઇલાબેન શિવ હોસ્પિટલમાં થયા હતા દાખલ, દર્દીની હાલત લથડી પડતા શિવ હોસ્પિટલના સ્ટાફે દર્દીને મેડિકેર હોસ્પિટલમાં કર્યા હતા ટ્રાન્સફર, મેડિકેર હોસ્પિટલે પરિવાર પાસેથી 8લાખથી વધુ રકમ વસૂલી દર્દીને મૃત જાહેર કર્યા હતા તો બીજી તરફ શિવ હોસ્પિટલના ડો. કૌશલ પટેલ નું નિવેદન સામે આવ્યું, લીગામેન્ટનું ઓપરેશન કરવા માટે ઇલાબેન શિવ હોસ્પિટલ આવ્યા હતા, એનેસ્થેસિયા આપ્યા બાદ દર્દીના 90% અંગો બંધ થયા હોવાનો ડોક્ટરનો પણ સ્વીકાર. : જુઓ વિડીયો1:15 PM IST

પોરબંદરમાં ભુપેન્‍દ્રભાઇના હસ્‍તે ૧૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત : સર્વોદય વનનું મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે લોકાર્પણ સમારંભમા કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્‍યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવિણભાઈ માળી, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી શીતલબેન ઓડેદરા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર શ્રી સાગરભાઈ મોદી, જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, રાજ્‍યસભા સાંસદ શ્રી જીતેન્‍દ્રભાઈ કણઝરીયા, પૂર્વ વન મંત્રી અને ખંભાળિયાના ધારાસભ્‍યશ્રી મુળુભાઈ બેરા, કુતિયાણાના ધારાસભ્‍યશ્રી કાંધલભાઈ જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખરીયા, રાજ્‍યસભાના પૂર્વ સાંસદશ્રી રામભાઈ મોકરીયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી તેમજ વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે12:11 PM IST