<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ધ્રોલ ભાજપ ઉપપ્રમુખ અને માલધારી સમાજના યુવા અગ્રણી છેણાભાઈ ભરવાડનો જન્‍મદિવસ

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨: ધ્રોલ શહેર ભારતીય જનતા પાર્ટીના સક્રિય ઉપપ્રમુખ તેમજ સમગ્ર માલધારી-ભરવાડ સમાજના લોકપ્રિય યુવા આગેવાન છેણાભાઈ ભરવાડનો આજે તારીખ ૨ નવેમ્‍બરના રોજ જન્‍મદિવસ છે. ધ્રોલ પંથકમાં પોતાના મળતાવડા સ્‍વભાવ અને લોકસેવાકીય કાર્યોના લીધે વિશાળ મિત્રવર્ગ ધરાવતા છેણાભાઈ સંગઠનની જવાબદારીઓ સુપેરે નિભાવવા ઉપરાંત સામાજિક એકતા અને વિવિધ ધાર્મિક સેવા પ્રવૃત્તિઓમાં સદાય મોખરે રહે છે. આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો, ભરવાડ સમાજના અગ્રણીઓ, સ્‍નેહીજનો અને મિત્રવર્તુળ તરફથી તેમને મોબાઈલ નંબર ૯૪૦૮૨ ૮૬૯૯૯ પર અભિનંદન અને જન્‍મદિવસની હાર્દિક શુભેચ્‍છાઓનો વરસાદ વરસી રહ્યો છે

(12:28 PM IST)