News of Tuesday, 3rd November 2026
સુત્રાપાડા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ડો. પરેશભાઈ પંડ્યાનો જન્મદિવસ

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૩: સુત્રાપાડા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અને સમાજના આગેવાન ડો. પરેશભાઈ પંડ્યાનો આજે જન્મદિવસ છે. ડો. પરેશભાઈ પંડ્યા સમાજના ઉત્થાન અને એકતા માટે સતત કાર્યરત રહે છે. તેમના નેતળત્વમાં બ્રહ્મ સમાજ દ્વારા અનેક સામાજિક અને ધાર્મિક કાર્યો કરવામાં આવ્યા છે. આ અવસરે શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવી રહી છે. ડો. પરેશભાઈની દરેક મનોકામના પૂર્ણ કરે, તેમને લાંબુ, નિરોગી અને સુખમય આયુષ્ય પ્રદાન કરે અને તેઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે. તેવી શુભેચ્છા પાઠવાઇ રહી છે
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
