તા. ૨૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૨ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
‘આપ' વિદ્યાર્થી પાંખના પ્રમુખ કલાપી વારાનો જન્મદિવસ

રાજકોટ, તા. ૩ : વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ એસોસિએશન ઓફ સ્ટુડન્ટ્સ ફોર અલ્ટરનેટિવ પોલિટિક્સ ASAP રાજકોટ પ્રમુખ કલાપી વારાનો આજે જન્મદિવસ છે. તેઓએ ૨૩માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના અભ્યાસ વખતેથી જ તેઓ વિદ્યાર્થીઓ માટે લડત આપતા આવ્યા છે અને રાજકોટ મહામંત્રી તરીકે બે સફળ કાર્યકાળ પૂર્ણ કરી હાલ ASAPમાં રાજકોટ પ્રમુખ તરીકે વિદ્યાર્થીઓના પ્રશ્નોને નિષ્ઠાથી લડાયક રીતે વાચા આપી રહ્યા છે. આજે તેમના જન્મદિવસે તેમને બહોળા મિત્રમંડળ, વિદ્યાર્થીઓ, સગા સંબંધીઓ વગેરે તરફથી તેમના મો. ૯૧૦૬૨ ૯૪૫૧૦ ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ વરસી રહી છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
