News of Tuesday, 3rd November 2026
જીત જોશીનો આજે ૨૭મો જન્મદિવસ

રાજકોટ : ‘નૂતન પ્રભાત' અને ‘રાજકોટ મિરર' સાથે પત્રકાર તરીકે સંકળાયેલા તેમજ ‘લોકમુખ' સાપ્તાહિકના તંત્રી કશ્યપ જોશીના સુપુત્ર જીત જોશીનો આજે ૩જી નવેમ્બરે જન્મદિવસ છે. તેઓ આજે ૨૭માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે.
નાની વયથી જ એકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં પોતાની આગવી સૂઝબૂઝ અને સખત મહેનતના બળે પ્રગતિના શિખરો સર કરી રહેલા જીત જોશી અત્યંત મિલનસાર સ્વભાવના કારણે વિશાળ મિત્રવર્તુળ ધરાવે છે. માતા કવિતા જોશી અને પિતા કશ્યપ જોશી તરફથી હાર્દિક આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તેમજ બહેન સળષ્ટિ સહિતના સમગ્ર પરિવારજનોએ પણ જીતને જન્મદિવસની અમીટ આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી છે. આજે આ વિશેષ દિવસે જીત પર સ્નેહીજનો, સગા-સંબંધીઓ, મિત્રવર્તુળ અને વિવિધ ક્ષેત્રોના હિતેચ્છુઓ દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
