તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૧૦ મંગળવાર
News of Saturday, 7th November 2026
હેપ્પી બર્થ ડેઃ કમલેશ જોષીપુરાનું બહુમાન, વ્યકિતત્વ જાજરમાન

રાજકોટ :.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ , વરિષ્ઠ ધારાશાષાી , લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના ચેરપર્સન અને ગુજરાત સરકારની એફઆરસી ટેકનીકલ એજ્યુકેશન ના સભ્ય પ્રોફેસર કમલેશ જોશીપુરા આજે ૭ નવેમ્બરે જન્મદિવસ છે. મૂળ પોરબંદરના વતની રાજકોટ ખાતે સ્થાયી થયેલા પ્રો કમલેશ જોશીપુરા એલએલએમ પીએચડી ડી.લીટ ની ઉચ્ચ પદવી ધરાવે છે અને તેમના માર્ગદર્શન અંતર્ગત ૨૨ થી વધુ વિદ્યાર્થીઓએ પીએચડી પૂર્ણ કરેલ છે.
૧૯૯૧ થી ૧૯૯૭ બે ટર્મ માટે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સફળ કામગીરી કરી છે અને બાદમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ નીતિ નિર્ધારણ વિભાગના કન્વીનર તરીકે પણ પાંચ વર્ષ સેવા આપી છે. ઇન્ડિયન લો ઇન્સ્ટિટયૂટ ના લાઈફ ટાઈમ મેમ્બર છે. તાજેતરમાં બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદજી ની યાદ માં અપાતો લોયર્સ ઓફ ઇન્ડિયા ડે એવોર્ડ શ્રી કમલેશ જોશીપુરાને આપવામાં આવ્યો હતો,
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ચેરમેન અને વાઇસ ચેરમેન તેમજ ઇન્ડિયન લો ઇન્સ્ટિટયૂટ ના ડાયરેક્ટર તથા વીસ થી વધુ દેશ ની યુનિવર્સિટીઓ ના કુલપતિ સર્ચ કમિટીના સભ્ય તરીકે સેવા આપી હોય તેવા એકમાત્ર ગુજરાતના પ્રતિનિધિ છે. તમિલનાડુ સ્થિત સૌરાષ્ટ્ર સમુદાય સાથે આદાનપ્રદાન સંબંધી સંકલન સહિતની વિવિધ પ્રવળત્તિઓમાં ૨૦૦૫ થી સક્રિય છે.
શ્રી કમલેશ જોષીપુરાએ અસંગઠિત શ્રમિકો ના સંદર્ભમાં સંશોધન ક્ષેત્રે બે મેજર રીસર્ચ પ્રોજેક્ટ પુરા કર્યા છે.
વર્તમાનમાં શ્રી કમલેશ જોષીપુરા આરબીટ્રેશન, મીડિયેશન ઇન્ટરનેશનલ મેરી ટાઈમ લો સહિતના વિવિધ વકીલાતના ક્ષેત્રોમાં અસરકારક પ્રદાન કરી રહેલ છે. કાનૂની સંશોધનના ક્ષેત્રે અગ્રણી સંસ્થા લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના તેઓ ચેર પર્સન છે. આજે ૬૮ માં વર્ષમાં પ્રવેશ નિમિતે તેમના માટે શુભેચ્છાના દીપ ઝળહળ્યા છે. (મો. ૯૮ર૪ર ૧ર૦૩૩, રાજકોટ)
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
