News of Saturday, 14th November 2026
કિશાન સંઘના અગ્રણી બચુભાઈ ધામીનો જન્મદિવસ : ૮૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : કિશાન સંઘના પૂર્વ કોષાઘ્યક્ષ અને સહમંત્રી શ્રી બચુભાઇ ધામીએ તેમના જીવનના ૮૦ વર્ષ પુર્ણ કરી ૮૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓએ કિશાન સંઘમાં વર્ષો સુધી જુદી જુદી જવાબદારી વહન કરીને કોષાધ્યક્ષ તરીકે, બાદ હાલમાં તેઓ સહમંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. માર્ગદર્શન આપી તેઓએ કિશાનોના જટીલ પ્રશ્નોના નિવેડા લાવેલ છે. સજીવ ખેતીના માહીતગાર તથા ગૌરક્ષકના સંયોજક અને ગીરગંગા ટ્રસ્ટના સભ્ય તેમજ કિશાન સંદેશના પ્રેસ રીપોર્ટર. તેમજ ચેમ્બર ઓફ કોમર્સમાં મેમ્બર તથા કાપડ એસોસિએશન કારોબારી સભ્ય તથા સ્વામિનારાયણ સંસ્થા આર.એસ.એસ.માં સક્રિય ભૂમિકાઓ ભજવી રહ્યા છે. (મો. ૯૦૯૯૦ ૨૧૧૭૭)
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
