તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી સંદીપ સાગલેનો જન્મદિન

રાજકોટ : કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાત એકમના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સંદીપ જે. સાંગલેનો જન્મ તા. ૧૬ નવેમ્બર ૧૯૭૩ ના દિવસે થયેલ. આજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેઓ મહારાષ્ટ્રના અકોલાના વતની છે. ભૂતકાળમાં અમરેલીના રાજૂલામાં મદદનીશ કલેકટર, ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચ, અમદાવાદ અને બનાસકાંઠામાં કલેકટર, ગાંધીનગરમાં મ્યુનિસીપલ કમિશનર રાજયમાં ઉદ્યોગ કમિશનર, સ્પોર્ટસ ઓથોરીટીમાં ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ ર૦૦૭ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. મો. ૯૯૭૮૪ ૦૦૩૩૦ ગાંધીનગર
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
